રજૂઆત:નડિયાદ પાલિકામાં મૃતકના વારસદારોને નોકરીની માંગ, પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં કાયમી સફાઈ કર્મીનું આકસ્મિક મૃત્યુ થવા છતાં તેમના વારસદારોને હજુ સુધી નોકરી અપાઈ નથી.નડિયાદ પાલિકાના સફાઈ કર્મીઓના આગેવાન ભુપેન્દ્રભાઈ સોલંકી દ્વારા આક્ષેપ કરાયો છે કે, પાલિકામાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ હરીજન અને વિજયભાઈ હરીજનનું ગટરના મેન હોલ સાફ કરતી વખતે ઝેરી ગેસ લાગવાથી મૃત્યુ થયા હતા.

ત્યારબાદ તેમના વારસોને નગરપાલિકાની મંજૂર થયેલી મહેકમની ખાલી જગ્યા પર સુનિલભાઈ હરીજન અને અમિતભાઈ હરીજનની નિમણૂંક કરવા 3 મે, 2021ના રોજ પ્રાદેશિક કમિશ્નર પાસે મંજૂરી માંગી હતી. તેમ છતાં તેમની ભરતી ન કરી હોવાનું સફાઈ યુનિયનના આગેવાન ભુપેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યુ છે. આ અંગે તેમણે અવાર-નવાર પ્રમુખ અને ચીફ ઓફીસરને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...