તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ માં વધારો:પેટ્રોલના ભાવ વધતા વાહનોમાં CNGની માંગ વધી, બે વર્ષમાં 3065 વાહન CNGમાં કનવર્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2019-20માં 1,644ની સરખામણીમાં વર્ષ 2020-21માં 1,421 વાહનો સી.એન.જી થયા

પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા બે વર્ષ દરમિયાન જે વધારો થયો છે તેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. મધ્યમ વર્ગીય પરિવાર માં કાર આજે પ્રાથમિક જરૂરિયાત નું સાધન બની ગઇ છે. પરંતુ વધી રહેલા પેટ્રોલના ભાવો ને કારણે લોકો પોતાના વાહનને સી.એન.જી. માં કન્વર્ટ કરાવી રહ્યા છે.

ખેડા જિલ્લા આર.ટી.ઓ માંથી મળેલી વિગતો ની વાત કરીયે તો, છેલ્લા બે વર્ષમાં 3,065 વાહનો પેટ્રોલમાંથી સી.એન.જી માં કનવર્ટ થયા છે. 2019-20 માં 1,644 અને વર્ષ 2020-21માં 1,421 વાહનો સી.એન.જી માં કનવર્ટ થયા છે. વિતેલા બે વર્ષ દરમ્યાન પેટ્રોલનો ભાવ રૂ.80 થી વધીને રૂ.100 ની નજીક પહોચી ગયો છે. જ્યારે બીજી તરફ સી.એન.જીનો ભાવ આજે પણ રૂ.55ની આસપાસ છે.

BS6માં CNG રજીસ્ટ્રેશન બંધ
આર.ટી.ઓ કચેરીના પાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ એપ્રિલ 2020થી બી.એસ.6 વાહનો માં કંપની ફીટેડ સી.એન.જી કીટ આવી રહી છે. સરકાર દ્વારા બી.એસ.6 વાહનોમાં સી.એન.જીનું રજીસ્ટ્રેશન બંધ કર્યું હોઈ હાલ નવા વાહનોનું સી.એન.જી રજીસ્ટ્રેશન થતું નથી.

મંજૂરીની આશાએ CNG કરાવી
બજારમાં સી.એન.જી કીટનો વ્યવસાય કરતા વ્યવસાઇકોનું કહેવું છેકે સરકારની સૂચનાથી RTO કચેરી બહારની સી.એન.જી કીટ મંજુર કરી રહી નથી. પરંતુ આવનાર દિવસોમાં સરકાર મંજુરી આપશે. જેની આશા એ ઘણા નવા વાહન ખરીદદારો બહાર સી.એન.જી નંખાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...