મહુધાના અલીણા ગામે રહેતી 20 વર્ષીય યુવતી પર કાલુમિયા મલેક નામના ઈસમે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. 16 ઓક્ટો.ના રોજ બનેલી ઘટનાથી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ‘સામાજીક સમરસતા મંચ’ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી ઈસમ વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરાઈ છે. સમરસતા મંચના આગેવાન કમલેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે વનવાસી પરિવારની 20 વર્ષીય દીકરી સાથે જે ઘટના બની છે તે સાંખી લેવાય તેવી નથી.
55 વર્ષીય નાજીમમીયા કાલુમીયા મલેક દ્વારા તેની દિકરીની ઉમરની યુવતી સાથે જે કૃત્ય કર્યું છે તેને સખતમાં સખત સજા થવી જોઈએ. સામાજીક સમરસતા મંચ વનવાસી પરિવારની સાથે છે, અને સરકાર ભોગબનનાર દીકરીના પરિવારને યોગ્ય વળતર આપે તેવી માંગ પણ સમરસતા મંચ તરફથી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા દીકરીના પિતા સાથે કેતનભાઈ, મહેન્દ્રભાઈ, નરેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.