તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:કપડવંજના લાલમાંડવામાં સાસરીયાઓએ જમીન છોડાવવા માટે પરિણીતા પાસે 1 લાખના દહેજની માગ કરી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીણિતાએ પોતાના પતિ, સાસુ અને નણંદ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં પરીણિતાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. કપડવંજના લાલમાંડવાની પરીણિતા પર તેના સાસરીયા પક્ષે અસહ્ય ત્રાસ આપતા કંટાળેલી પરીણિતા પોલીસના પગથિયે ચઢી છે. તેણીના પતિ, સાસુ અને નણંદ અવારનવાર દહેજની માંગણી કરી ત્રાસ આપતાં હોવાની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઇ જવા પામી છે.

કપડવંજ તાલુકાના લાલમાંડવાની સીમમાં રહેતા રફીકમીંયા કાલુમીંયા કુરેશીના લગ્ન અમદાવાદ ખાતે રહેતી યુવતી સાથે સાત વર્ષ અગાઉ થયા હતા. સુખી લગ્નગાળામાં પરિણીતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. છેલ્લા લગભગ ચાર વર્ષથી રફીકમીંયા અને તેમના પરિવારના સભ્યોનું વર્તન એકાએક બદલાયેલું જોવા મળ્યું છે. પરિણીતા સાથે અવારનવાર ઝઘડો કરી તેઓને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

આ ઉપરાંત રફીકમીંયાએ પોતાની પત્નીને જણાવેલ કે તું તારા પિયરમાંથી એક લાખ રૂપિયા લઈ આવ આપણે જમીન છોડાવી છે તેમ કહી દહેજની માંગણી કરી હતી. જોકે પરીણિતાએ આ દહેજની માંગણી નહી સંતોષતા તેણીની સાથે મારઝૂડ કરતાં હતા. આથી કંટાળેલી પરીણિતાએ પોલીસનો સહારો લઈ પોતાના પતિ રફીકમીંયા કુરેશી, સાસુ મુમતાજબીબી કુરેશી અને નણંદ રજીયાબાનું મલેક વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...