તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાનો ધોધ:નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા જામનગરમાં અતિવૃષ્ટિમાં પ્રભાવિત થયેલા વિસ્‍તારોમાં રાહત સામગ્રી પહોંચાડાઈ

નડિયાદ7 દિવસ પહેલા
  • જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની 5 હજાર કીટ તૈયાર કરી સહાય કરાઈ
  • ભુતકાળમાં પણ આ રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતાભરી કામગીરી કરી હતી

ગુજરાતમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવી છે, ત્યારે આ આપત્તિઓને પહોંચી વળવા અનેક ધાર્મિક સંસ્થાઓ પોતાનું યોગદાન આપે છે. સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત કે પછી કચ્છ પ્રદેશ હોય જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવી છે, ત્યારે નડિયાદ સ્થિત સંતરામ મંદિરે માનવતાભરી કામગીરી કરી રાહત સામગ્રીને પહોંચાડી છે. તાજેતરમાં જામનગરમાં પુરપ્રકોપના લીધે પ્રભાવિત થયેલા વિસ્‍તારોમાં પણ સંતરામ મંદિર દ્વારા કીટ તૈયાર કરી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે.

અનેક ધાર્મિક, સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી છે
સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. કેટલાય ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સંપર્ક વિહોણા થયા છે. આવા વિસ્તારોમાં રાહત કામગીરી કરવા અનેક ધાર્મિક, સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી છે અને ખરાબ સમયમાં સાથ આપી જીવન નિર્વાહની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા જામનગર ખાતે રાહત કામગીરીને અનુલક્ષીને કામગીરી કરાઈ છે. અહીંયા પુરપ્રકોપથી પ્રભાવિત થયેલા વિસ્‍તારોમાં કીટ તૈયાર કરી પહોંચાડવાની કામગીરી કરાઈ છે.

મંદિરના ગાદીપતિ રામદાસજી મહારાજના શુભ આશિષ સાથે, રાહતસામગ્રી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કિટમાં પાંચ કિલો બાજરીનો લોટ, એક લીટર તેલ, 2 કિલો ડુંગળી, મીઠું, મરચું, હળદરના પેકેટ તથા લીલા મરચાની કિટ તૈયાર થઈ રહી છે. આશરે 5 હજારથી વધુ આ પ્રકારની કીટ તૈયાર કરી વાહન મારફતે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કીટ તૈયાર કરી વાહન મારફતે પહોંચાડવાની કામગીરી હાથ કરાઈ
મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજે આ તબક્કે જણાવ્યું હતું કે, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મંદિરના સૂત્રને સાર્થક કરી, મંદિરના ગાદીપતિ રામદાસજી મહારાજને 2 દિવસ પહેલા ખબર પડી હતી કે, રાજકોટ અને જામનગર ખુબ જ વરસાદ પડ્યો છે. જેથી રસ્તાઓ ધોવાયા છે. ત્યારે મંદિરના ગાદીપતિએ મંદિરની ભગીની સંસ્થાના દેવપ્રસાદજી મહારાજનો સંપર્ક કરી ત્યાં સેવાની જે પ્રમાણે જરૂર છે, તે મુજબ આ કીટ તૈયાર કરી વાહન મારફતે પહોંચાડવાની કામગીરી કરાઈ છે. ભુતકાળમાં પણ ગુજરાતની ધરા પર આ રીતની કામગીરી આ મંદિર દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...