તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:ખેડા જિલ્લામાં 3 વર્ષ દરમ્યાન ટુવ્હીલરોની ખરીદીમાં ઘટાડો, કારની ખરીદીમાં વધારો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાના દિવસે 110 ટુ વ્હીલર, 95 કારની ખરીદી અને અંદાજે 25 મિલકતનું વેચાણ થયું

અષાઢી બીજને વાહનો અને મિલકતની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. લગભગ દોઢ વર્ષના કોરોના કાળને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. અનલોકની સ્થિતિમાં સારા વ્યવસાયની વ્યવસાયકારોને આશા હતી. પરંતુ ખાસ કરીને ટુ વ્હીલરના વ્યવસાયિકોને આ વર્ષે વધારે ફટકો પડ્યો છે. ખેડા જિલ્લામાં આજના દિવસે ટુ વ્હીલર અને કારની ખરીદી માટે શો રૂમ પર ગ્રાહકોની અવર જવર જોવા મળી. લગભગ દોઢ વર્ષની નબળી ઘરાકી બાદ લોકડાઉન તો ખુલ્યુ પરંતુ નડિયાદના ટુ વ્હીલર માર્કેટ માટે આ વર્ષ નિરાશાજનક રહ્યું છે.

છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આ વર્ષે ટુ વ્હીલર શોરૂમમાં સૌથી ઓછા વાહનો વેચાયા છે. વર્ષ 2019માં રથયાત્રાના દિવસે 230 ટુ વ્હીલરનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ 2021માં માત્ર 110 ટુ વ્હીલર વેચાયા છે. બીજી તરફ કારના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. 2019માં રથયાત્રાના દિવસે 88 કારનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ 2021માં 95 કારનું વધારે વેચાણ થયું છે. જોકે ગત વર્ષે કોરોના કાળને કારણે ઓછી કાર વેચાઇ હતી.

બીજી તરફ સ્થાઇ મિલકતોના વેચાણમાં પણ 2019ની સ્થિતિ કરતા ધરખમ ઘટાડો નોંધાયો છે. નડિયાદ શહેરમાં બિલ્ડર એસો.તરફથી મળતી જાણકારી મુજબ 2019 દરમિયાન રથયાત્રાના દિવસે 50 થી વધુ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. પરંતુ ત્યાર બાદ 2020 એપ્રિલથી કોરોના શરૂ થતાં ગત વર્ષે કોઈ પ્રોપર્ટી વેચાણ થયા હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. પરંતું આજના દિવસે 25 જેટલી મિલકતનું વેચાણ થયું છે.

વીતેલા ત્રણ વર્ષનું વેચાણ

વર્ષકારટુ વ્હીલરમિલકત
20198823050
202076138--
20219511025
અન્ય સમાચારો પણ છે...