તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમાસ નિમિત્તે નડિયાદથી અંબાજી આવવા જવા માટે એક દિવસ અગાઉ અને અમાસના રોજ એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 સપ્ટેમ્બરના રોજ સવારે નડિયાદથી અંબાજી જવા અને 6 સપ્ટેમ્બરે અંબાજીથી નડિયાદ આવવા અલગ અલગ સમયમાં બસો દોડાવવામાં આવશે : ડેપો મેનેજર

શ્રાવણ વદ અમાસના રોજ અંબાજી ખાતે વિશિષ્ટ હવનનું આયોજન થતું હોય છે. તેથી નડિયાદથી ભાવિક ભક્તોનો અંબાજી ખાતે ભારે ઘસારો થતો હોય છે. નડિયાદના લોકોને આવન જાવનમાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી નડિયાદ એસ.ટી ડેપોએ એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું છે. નડિયાદથી અંબાજી અમાસના હવનના દર્શન કરવા જતાં માઈ ભક્તોના આ ઘસારાને પહોંચી વળવા નડિયાદ એસ. ટી ડેપોએ 5 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 4 સપ્ટેમ્બરના રોજ નડિયાદ એસ.ટી મથકેથી સવારે 5:45, 6:05, 6:10, 6:25, 6:30ના સમયગાળામાં અંબાજી જવા બસ મળી રહેશે. જ્યારે અંબાજીથી પરત આવવા માટે 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:00, 2:00, 3:00, 4:00 અને સાંજના 5:00 કલાક દરમિયાન નડિયાદ આવવા માટે એસ.ટી બસો દોડાવવાનો નિર્ણય લેવાયો હોવાનું ડેપો મેનેજર રીના દરજીએ જણાવ્યું છે. આ એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવેલ હોવાથી જે કોઈ શ્રધ્ધાળુને રીઝર્વેશન કરાવવું હોય તો સવારના 8થી રાત્રીના 8 સુધી ઓનલાઇન રીઝર્વેશન કરવા પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જ્યારે આ સંદર્ભે વધુ જાણકારી રીઝર્વેશન ઓફિસેથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...