તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Decision To Postpone Deepmala Celebrations At Santram Temple, Tilak Darshan In Temple Gadi Darshan Can Be Done As Per Routine

કોરોનાનું ગ્રહણ:સંતરામ મંદિરમાં દીપમાળા ઉજવણી મોકુફ રાખવા નિર્ણય, મંદિરમાં તિલક દર્શન – ગાદી દર્શન રાબેતા મુજબ કરી શકાશે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં વર્ષોથી દેવ દિવાળીના પાવન પર્વે દીપમાળા ઉજવણી કરવામાં આવે છે. જે ઉજવણી ચાલુ કોરોનાના પગલે મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાએ દેવ દિવાળીના રોજ દીપમાળા - રોશની ઉજવણી મોકુફ રાખવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં લઇને સમાધિ સ્થાને શ્રધ્ધાળુઓ ઉમટી ન પડે અને સંક્રમણ અટકે તે માટે શ્રધ્ધાળુઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 100 વર્ષ ઉપરાંતથી સંતરામ મંદિર ખાતે પૂ.મહારાજશ્રીની સમાધિ ગાદી અને પાદુકા સ્થાપિત નડિયાદના શિખરબંધી સંતરામ મંદિરના વિશાળ પરિસરમાં દેવ દિવાળીએ શાખા મંદિરોના મહંતો અને સંતવૃંદ તથા વિશાળ ભક્ત સમુદાય તરફથી સવા લાખ દીપ માળાની રોશનીથી દત્તાત્રેય સ્વરૂપ રમતાયોગી યોગીરાજ મહારાજની વિશેષ આરાધના કરવામાં આવે છે. આગામી 30 મી નવેમ્બરના રોજ દેવદિવાળીએ યોજાતો આ કાર્યક્રમ સંપૂર્ણપણે મોકુફ રહેશે. જોકે, તિલક દર્શન અને ગાદી દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...