ખેડા જિલ્લામાં કોરોના કાળમાં ડિલિવરી દરમિયાન માતા મરણના કિસ્સાઓ ઓછા છે, પરંતુ જોઈએ એટલા પ્રમાણમાં આ ઘટાડો ન કહી શકાય. વર્ષ 2020 -21માં જિલ્લામાં કુલ 21 માતાના મરણ થયા હોવાનો અહેવાલ સરકારી ચોપડે નોંધાયા છે.
સરકાર એક બાજુ સગર્ભા માતાની પુરતી તકેદારી રાખી રહી હોવાની વાતો કરી રહી છે. આ વચ્ચે ખેડા જિલ્લામાં સર્ગભા માતા ડીલીવરી દરમિયાન માતાના મરણનો આંક ચોંકાવનારો કહી શકાય છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ બાબતે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
આ માટે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આશા વર્કરને ગર્ભવતી મહિલાઓને નિયમિત તબીબી ચકાસણી થાય તે માટે કામગીરીમાં લગાવવામાં આવી છે. તેમજ સમય અંતરે ગર્ભવતી મહિલામાં લોહીનું પ્રમાણ કેટલું છે તે પણ ચકાસવામાં આવે છે.
આ બધા પ્રયાસોના પગલે ડિલિવરી દરમિયાન માતાનું પ્રમાણ ખેડા જિલ્લામાં એક અંદરે ઓછું છે પરંતુ હજુ પણ નોંધનીય પ્રમાણમાં માતાના મરણ જોવા મળી રહ્યા છે. વર્ષ 2020 -21માં ખેડા જિલ્લામાંથી 21 માતાના મૃત્યુ ડીલેવરી દરમિયાન થયા હોવાનું સામે આવ્યું છે. જે ખૂબજ મોટી બાબત કહી શકાય સરકારના પ્રયાસો બાદ પણ માતાના મરણ કિસ્સામાં ચિંતા જનક આંક કહી શકાય છે.
ખેડા જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારી જણાવે છે કે ડિલિવરી દરમ્યાન માતાનું મરણ ન થાય તે માટે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. દરેક ગર્ભવતી મહિલાને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને તબીબ પાસે તપાસ કરાવવી જોઇએ કોઈ સમસ્યા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.
ખેડા જિલ્લામાં વર્ષ 2020-21માં તાલુકા વાર આંકડા જોઈએ તો કઠલાલ તાલુકામાંથી 1, કપડવંજ તાલુકામાંથી 4, ખેડા તાલુકામાંથી 1, ઠાસરા તાલુકામાંથી 2, નડિયાદ તાલુકામાંથી 6, મહેમદાવાદ તાલુકામાંથી 4, માતર તાલુકામાંથી 1, વસો તાલુકામાંથી 2 મળી કુલ 21 માતાના ડિલિવરી સમયે મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.જ્યારે ગળતેશ્વર અને મહુધામાં કોઈ માતાના મોત આ વર્ષમાં થયું ન હોવાનું સામે આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.