તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયાસ:કોરોનામાં દર્દીઓના મોતથી વ્યથિત તબીબે આખી સોસાયટીમાં વુક્ષો વાવી સોસાયટીને હરિયાળી બનાવી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વખર્ચે 100થી વધુ વૃક્ષો વાવ્યા

નડિયાદના એક પર્યાવરણપ્રેમી ડોક્ટરે શહેરની એક સોસાયટીમાં સ્વખર્ચે 100થી વધુ વુક્ષો વાવી સોસાયટીને હરીયાળી બનાવી છે. ઉપરાંત તેમના આ કાર્યથી પ્રભાવિત થયેલા લોકોને પણ તેઓ વિનામૂલ્યે વુક્ષો વિતરણ કરી રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ચોમાસા પહેલા તેઓ 100 વુક્ષો વાવી ચુક્યા છે. કોરોના કાળના સંકટમાંથી બોધપાઠ મેળવી દરેક સોસાયટીમાંથી ઓછામાં ઓછો એક સભ્ય પણ સોસાયટીને વુક્ષો રોપી હરિયાળી બનાવવાનું બીડું ઝડપે અને બાકીના સભ્યો તે વુક્ષોની હળીમળીને માવજત કરે તો સમગ્ર નડીયાદ નગર હરિયાળુ બની શકે છે તેવી અપીલ આ તબીબ દ્રારા કરવામાં આવી છે.

નડિયાદમાં રહેતા અને વ્યવસાયે ડોક્ટર નરેશ કે. ચુડાસમાએ શહેરમાં એક અનોખી પહેલ કરી છે. કુદરતે પહેલેથી જ આપણને કુદરતી ઓક્સિજન એવા વુક્ષોની ભેટ આપી હતી. પણ ક્રોકીંટના જંગલોને કારણે વુક્ષોનું નિકંદન નિકળી ગયું છે. હાલ કોરોનાએ જે રીતે દેશને સંકટમાં મુકી દિધો હતો. તે જોતા હવે લોકોએ જાગ્રુત બનવાની જરૂર છે. કોરોના મહામારીમાં દર્દીઓ માટે ડોક્ટરો દેવદૂત બનીને આવ્યા હતા. જોકે કોરોનાથી થયેલ મોત, વિખુટા પડેલ પરિવારો, ઓક્સિજન મેળવવા માટેની તકલીફે દેવદુત એવા ડોક્ટર્સને પણ વ્યથિત કરી દીધા છે. ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ આવનાર સમયમાં ન થાય તે માટે નગરને હરિયાળુ બનાવવાની જરૂર ઉભી થઈ છે.

આ ઉમદા વિચાર સાથે તબીબે સૌ પ્રથમ શરૂઆત પોતાની સોસાયટીમાં કરી છે. શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલ શ્રીજીધામ સોસાયટી કે જે કોંક્રીટની બનેલી છે તે સોસાયટીમાં સ્વખર્ચે બ્રેકરની મદદથી ખાડા ખોદી 50 છોડ રોપી તેને ફાઇબરની નેટથી સુરક્ષીત કર્યા છે. ડોક્ટરની આ પહેલથી પ્રેરાઇ અનેક યુવાઓએ પણ તેમની પાસેથી છોડ લઇને પોતાના વિસ્તારોને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ગ્રામ્ય કક્ષાએ અને શહેરમાં પણ લોકો વૃક્ષો પ્રત્‍યે આકર્ષાય અને વૃક્ષનો ઉછેર કરતા થાય તે માટે તબીબે પોતે પહેલ કરી જણાવતા કહે છે કે મારી હોસ્‍પિટલમાં દાખલ થયેલ દર્દીને હું જયારે રજા આપતો ત્યારે અવશ્‍ય એક વૃક્ષ વાવવા આપતો અને જો તે આમ કરવા કબુલ થાય તો તેને મારી હોસ્‍પિટલના બિલમાં કન્‍સેશન પણ આપતો. આ દર્દી ફરી વખત રૂટીન ચેક અપમાં આવે ત્‍યારે સાથે મારા આપેલા વૃક્ષના ઉછેરનો ફોટો મોબાઇલમાં લઇને આવે તો તેને ફરીથી કન્‍સલ્ટીંગ ફિ માં કન્‍સેશન આપુ છું. સાથે સાથે મારા સ્‍ટાફના જે કર્મચારીઓ પાસે ખેતરની જમીન કે ગ્રામય, શહેરમાં જયાં રહેતા હોય તેમની પાસે વૃક્ષ ઉછેરાય તેવી જમીન હોય તો તેમને પણ હું વિના મૂલ્‍યે જોઇએ તેટલા રોપા ઉછેરવા માટે આપું છું. મારી આ પ્રવૃત્તિ જોઇને નડિયાદ તથા આજુબાજુના ઘણા વિસ્‍તારના ડોકટરોએ પણ આમા સહભાગી થઇ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગવાન બનાવે તેવી ઇચ્‍છા વ્‍યક્ત કરી છે. આવનારા સમયમાં જો નડિયાદના રહેવાસીઓ દ્વારા સહયોગ મળે તો તેઓની ઇચ્‍છા નડિયાદમાં રોડની બંન્‍ને બાજુએ વૃક્ષો ઉછેરીને નડિયાદને ગ્રીન નડિયાદ બનાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...