દુર્ઘટના:બાલાસિનોર મહીનદીમાં ડૂબી જતાં યુવકનું મોત

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નપ્રસંગમાં માતમ છવાઇ ગયો

બાલાસિનોરના કાલુપુર વિસ્તારમાં રવિવારે મુસ્લિમ પરિવારના લગ્નપ્રસંગમાં હાજરી આપવા અમદાવાદના રખિયાલમાં રહેતાં આસીબઅલી અનવરઅલી સૈયદ (ઉવ.22) તેના માતા-પિતા સહિતના સગાસબંધી સાથે આવ્યો હતો. દરમિયાનમાં લગ્નપ્રસંગ પુરો થયા બાદ મામાના ઘરે આસીબઅલી સૈયદનો પરિવાર રાત્રિના રોકાયો હતો. દરમિયાનમાં સોમવારે સવારે 10/30 વાગ્યાના અરસામાં આસીબઅલી સૈયદ પરિવારના સભ્યો સાથે વણાકબોરી ડેમ પાસેની મહી નદીએ ન્હાવા માટે ગયો હતો. જ્યાં બધા પાણીમાં ન્હાવા પડ્યાં હતા. દરમિયાનમાં નદીના પાણીમાંથી બધા બહાર નીકળી ગયા બાદ આસીબઅલી જોવા નહીં મળતાં તેના સબંધીઓ અને તરવૈયાઓએ તેની શોધખોળ કરી હતી. જોકે, તેની કોઇ ભાળ મળી ન હતી. બાદમાં શોધખોળમાં મંગળવારે બપોરના સુમારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. લગ્નપ્રસંગમાં જ્યાં આનંદ મનાવાતો હતો, ત્યાં યુવકના મૃત્યુથી માતમ છવાઇ ગયો હતો. મુસ્લિમ પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં બાલાસિનોર પોલીસે ઘટનાસ્થળે જઇ લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે બાલાસિનોર દવાખાને ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...