તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Organizing One Day Workshop For Gujarati Subject Teachers Of District Grant And Government School Secondary Department At Vadtal

વર્કશોપ:વડતાલ ખાતે જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાના માધ્યમિક વિભાગના ગુજરાતી વિષયના શિક્ષકો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્કશોપમાં જિલ્લાના 251 જેટલા શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા

બાળકોમાં આપણી માતૃભાષાનું વ્યવસ્થિત સિંચન થાય અને નિપુણતાં આવે તે હેતુથી ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોનો એક દિવસીય સેમીનાર યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા યોજાયેલ આ સેમિનારમાં માધ્યમિક વિભાગના ગુજરાતી વિષયના શિક્ષકો હાજર રહ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, નડિયાદ દ્વારા ગુજરાતી વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ ખાતે આ સેમિનાર યોજાયો હતો. ગુજરાતી ભાષામાં સજ્જતા કેળવાય તથા ગુજરાતી વિષયમાં નિપુણતા આવે તેવા ઉમદા હેતુથી ગુજરાતી વિષયના શિક્ષકોના માર્ગદર્શન અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન તેમજ શિક્ષણ નિરીક્ષક સુનિલ પારઘી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક જે.ડી.સીજું તથા DPEO કે.એલ.પટેલ હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડો. મણીલાલ હ. પટેલ, ડો. ભગીરથ બ્રહ્મભટ્ટ તથા આર.ડી પટેલીયા જોડાયા હતા. જેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ટી.એસ.પરમાર, કેળવણી મંડળના માનદ મંત્રી ભરત સી. પટેલ અને સભ્યો પણ હાજર રહ્યા હતા.

સેમિનારમાં જિલ્લાના 251 જેટલા શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા ડો. મણીલાલ હ. પટેલે તેમના વક્તવ્યમાં નિબંધના પ્રકારો અને નિબંધનું વિષયવસ્તુ નિબંધની વિભાવના, નિબંધ વર્ગશિક્ષણ અને નિબંધ લેખન વિષયક જરૂરી માર્ગદર્શન શિક્ષકોને આપ્યું હતું. જ્યારે ડો. ભગીરથ બ્રહ્મભટ્ટે ભાષાનું કાર્ય, વ્યાકરણ, બોલીનો પ્રાથમિક પરિચય અને ભાષાવિજ્ઞાન વિશે જરૂરી માર્ગદર્શન શિક્ષકોને આપ્યું હતું. કાર્યક્રમના અંતે ટૂંકી પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...