તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • World Labor Day Is A True Tribute To Six Labor Leaders Who Fought For An Eight hour Job And Were Hanged.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો દિવસ:આઠ કલાકની નોકરી માટે લડત ચલાવી ફાંસીના માંચડે ચડેલાં છ મજદૂર નેતાઓને સાચી શ્રધ્ધાંજલી એટલે 'વિશ્વ શ્રમ દિવસ'

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 1886માં અમેરિકાના શિકાગો શહેરમાં આઠ કલાક કામ માટે લડત ચાલી હતી
 • આંદોલનમાં હજારો મજદૂરોએ જીવ ગુમાવ્યાં હતા

પહેલી મેં એટલે ગુજરાતનો સ્થાપના દિન આ વાતથી સૌ કોઈ વાકેફ છે. સાથે સાથે આજે વિશ્વ શ્રમ દિવસ પણ છે. આજે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થાય છે. શુ તમે જાણો છે કે આજે કેમ વિશ્વ શ્રમ દિવસ ઉજવવામાં આવે છે? આજે અમે તમને વિશ્વ શ્રમ દિવસ વિશે વિસ્તારથી જણાવશું.

કામદારોને કામ કરવાનો સમય આઠ કલાકનો હોવો જોઇએ તેની લડત વર્ષ 1886માં અમેરિકાના શિકાગો શહેરમાં ચાલી હતી. કામદારોએ સજ્જડ બંધ પાળી જાહેર સભાઓ કરી આ આંદોલનને વેગ વંતુ કર્યું હતું. આગની ચિન્ગારી માફક બનેલા આ આંદોલનમાં પોલીસ દ્વારા ગોળીબાર પણ કરાઇ હતી. જેના કારણે કેટલાય મજદૂરો મોતને ભેટ્યા હતા.

આ ઉપરાંત યુનિયનની ઓફિસ ઉપર રેડ પાડવામાં આવી અને આઠ જેટલા મજદૂર નેતાઓની ધરપકડ કરાઇ હતી. નેતાઓ ઉપર જૂઠો કેસ કરી અદાલતમાં ચલાવાયો હતો. બાદમાં કોર્ટે કોઈ તક આપ્યા વિના આઠ પૈકી સાતને ફાંસીની સજા ફરમાવી ફાંસીના માંચડે ચડાવી દીધા હતા. જેમાં ઔગસ્ત સ્પાયીસ, ફીલ્ડન, એડોલ્ફ ફિશર, જોયર્જ એન્જેલ, મીકેલ સ્કેબ, લુઇ લસીંગ અને ઓસ્કાર નીબેનો સમાવેશ થાય છે.

આ મૃત્યુ પામનાર વ્યક્તિઓની સ્મશાન યાત્રામાં છ લાખ જેટલા કામદારો જોડાયા હતા. આઠ કલાક કામ દિવસની માંગણી માટે શરુ કરાયેલા આ આંદોલનની જ્વાળા દુનિયા ભરમાં ફેલાઈ અને છેવટે કામનો આઠ કલાકનો સમય દુનિયાભરની સરકારે માન્ય કરવો પડ્યો. જે લાભ આજે આપણે ભોગવી રહ્યા છે. વિશ્વના કેટલાક દેશોમાં તો આ દિને જાહેર રજા પાડવામાં આવે છે. જ્યારે યુનાઇટેડ નેશને પહેલી મેને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ તરીકે માન્યતા આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો