તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daughter, Who Was Returning To The Land With Her Father At A Hotel In Valsad, Was Hit By An Unidentified Driver And Died On The Spot.

હિટ એન્ડ રન:વલસાડની હોટલમાં ડિનર કરી બુલેટ પર ઘરે જતાં પિતા-પુત્રીની અજાણ્યા વાહને ઉલાળ્યા, દીકરીનું અન્ય વાહન ફરી વળતાં મોત

વલસાડ4 મહિનો પહેલા
  • અજાણ્યા વાહન ચાલકે આનંદભાઈની બુલેટને ટક્કર મારતા પિતા-પુત્રી રોડ ઉપર પટકાયા
  • પિતાને આનંદભાઈ ટંડેલને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વલસાડના પારનેરા હાઇવે પરથી હિટ એન્ડ રનની દુર્ધટના સામે આવી છે. હોટેલમાં જમીને ઘરે પરત ફરી પહેલાં પિતા-પુત્રીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દીકરીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પિતા આનંદભાઈ ટંડેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

હોટેલમાં જમીને પરત ફરતાં સર્જાયો અકસ્માત
વલસાડના મગોદ ડુંગરી ખાતે રહેતા આનંદભાઈ ટંડેલ તેમની દીકરી રિશીકા ટંડેલ સાથે પારનેરા હાઇવે ઉપર જમવા ગયા હતા. પારનેરની હોટલમાં જમીને આનંદભાઈ તેમની બુલેટ (નં. GJ-15-BN-4351) ઉપર તેમની દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે આનંદભાઈની બુલેટને ટક્કર મારતા આનંદભાઈ અને રિશીકા બુલેટ પરથી રોડ ઉપર પટકાયા હતા.

પાછળથી આવતા વાહને બુલેટને ટક્કર મારતાં પિતા-પુત્રી નીચે પટકાયા
પાછળથી આવતા વાહને બુલેટને ટક્કર મારતાં પિતા-પુત્રી નીચે પટકાયા

108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે
પાછળથી આવતા અન્ય વાહન નીચે રિશીકાનું માથુ આવી જતા રિશીકાનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકો દ્વારા બનાવની જાણ 108 અને રૂરલ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દીકરીની લાશને પી.એમ માટે અને ઇજાગ્રસ્ત આનંદભાઈને 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ બનાવ અંગે દિપક મંગળભાઈ ટંડેલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...