તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:અમદાવાદ બાદ ખેડા જિલ્લામાં ડાકોરની રથયાત્રાના આયોજનને લીલીઝંડી, રથયાત્રા રૂટ પર રહેશે કફર્યૂ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી મળતાં મંદિર પ્રશાસન સહિત ભક્તોમાં આનંદ છવાયો
  • ભક્તો તેમના ઘરની પ્રીમાઈસીસમાંથી જ દર્શન કરી શકશે

અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ બીજા દિવસે ડાકોર ખાતેની રથયાત્રાને લીલીઝંડી આપી દેવાઈ છે. જેથી આતુરતાનો અંત આવ્યો છે આ સાથે મંદિર પ્રશાસન સહિત ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાની ગાઈડ લાઈન સાથે આ રથયાત્રા યોજાશે તેવો નિર્ણય સ્થાનિક વહીવટી તંત્ર એ કર્યો છે. જે માટેના નિયમો પણ ઘડવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રવિવારે યોજાનાર 249મી રથયાત્રાને પગલે છેલ્લા કેટલાય સમયથી મુંઝવણતો પ્રશ્ન કે આ વખતે રથયાત્રા નગરચર્યા માટે નીકળશે કે નહી તે સવાલનો આતુરતાનો અંતે અંત આવ્યો છે. આજે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગે નિર્ણય લઈ ડાકોર ખાતેની રથયાત્રાને લીલીઝંડી આપી દીધી છે. જે બાદ મંદિર પ્રશાસન સહિત ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી છે.

અષાઢી બીજની રથયાત્રાને પગલે સરકારે સ્થાનિક કક્ષાએથી સત્તા સોંપવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં રવિવારે યોજાનાર આ રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ રહેશે અને ભક્તો પણ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. સવારે 8:30 વાગ્યે રથયાત્રા મંદિરથી નીકળશે જે બાદ નિયત કરેલા ટૂંકા રૂટ પર ફરીને મોડામાં મોડી બપોરે 2 વાગ્યા સુધીમાં મંદિરે પરત આવવાની રહેશે. આ સમગ્ર રૂટ સહિત મંદિર પરિસર અને આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. તેવો આદેશ આપ્યો છે. આમ સમગ્ર રથયાત્રાને લીલીઝંડી આપી દેવાઈ છે. પરંતુ ગૃહ ખાતા તરફથી બહાર પાડેલ જાહેરનામા અનુસાર આ રથયાત્રા યોજવાની રહેશે તેમ જણાવ્યું છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

રથયાત્રા કાઢવા અંગેની મંજૂરી શરતોને આધિન આપવામાં આવી છે. મંદિરમાંથી સરકારી ગાઇડ લાઇન મુજબ રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48 કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો તે સામેલ થઈ શકશે. વેકસિનનો ડોઝ લીધેલ હોવો જાઇએ. કોરોના સંક્રમણ ન થાય અને તે સ્થિતિને ધ્યાને રાખીને રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. ભક્તો તેમના ઘરની પ્રીમાઈસીસમાંથી દર્શન કરી શકશે. રથયાત્રામાં સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જયારે શરતોને આધિન અપાયેલ પરવાનગીના ભંગ બદલ કાયદેસરના પગલા ભરવામાં આવશે.

રથયાત્રાના સમયમાં ઘટાડો, બપોરે 2 વાગ્યા સુધી પરત મંદિર આવી જવુ પડશે ડાકોરમાં દર વર્ષે અષાઢી બીજના આગળના દિવસે યોજાતી રથયાત્રા નગરમાં જુદી જુદી જગ્યાએ ફરીને પરત આવતી હોય છે.સવારથી નીકળતી આ રથયાત્રા મોડી સાંજે મંદિરે પરત ફરતી હોય છે. જોકે આ વર્ષે પરિસ્થિતિને આધીને બપોર સુધી રથયાત્રાને પૂર્ણ કરવાનો આદેશ હોવાથી મહત્વના રૂટ પરજ રથયાત્રા ફરશે. મંદિરથી નિકળી ગૌ શાળા ત્યારબાદ રાધા કુંડ ત્યાથી ગાયોના વાડે થી માખણીયા આરે કેવળેશ્વર મહાદેવ છેલ્લો પડાવ રહેશે. અને ત્યાંથી પરત મંદિર બપોરે 2 વાગ્યા સુધી આવી જશે તેવું આયોજન કરાયું છે.

આ ઉપરાંત વીસ સ્થાનોના શ્રીજીની પૂજા આરતી રદ કરવામા આવી છે. 60 સેવકો તેમજ કર્મચારીઓ જ શ્રીજીની સેવામાં હાજર રહી શકશે. આઇકાર્ડ બનાવેલ હોય તેને જ રથયાત્રા માટે માન્ય ગણાશે. આ રથયાત્રાને માત્ર પાંચ કલાકના સમયગાળામાં જ પરત ફરવાનો આદેશ અપાયો છે. આ રથયાત્રામાં ભાવિક ભકતો ૨થ નજીક જઈ શકશે નહી તેવુ ફરમાન જારી કરવામાં આવ્યું છે.

પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ
દર વર્ષે અષાઢી બીજે જાંબુ, ફણગાયેલા મગ, કેરીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે મહામારીને ધ્યાને લઈને પ્રસાદ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેના કારણે ડાકોરમાં જાંબુ, કેરીના વેચાણ પર ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...