​​​​​​​સમસ્યા:ડાકોર-કપડવંજનો રસ્તો બ્રીજ નિર્માણનું કામ શરૂ થતાં બંધ, 5 હજારથી વધુ વાહન વ્યવહારને અસર થશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ડાકોરના મુખ્ય સર્કલ પર સર્જાતા ટ્રાફિક ના નિવારણ માટે સરકાર દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે ત્રીપાંખીયો બ્રિજ મંજુર કર્યો છે. આ બ્રિજ બનાવવાની કામગીરી આજથી શરૂ થતી હોઇ તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં કપડવંજ થી ડાકોર તરફનો રસ્તો બંધ કરી દીધો છે. આ રસ્તો બંધ થતા ડાકોર થી કપડવંજ તરફ જતા વાહન વ્યવહાર અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છેકે આ રૂટ પર હર રોજના 5 હજાર થી વધુ વાહનો અવરજવર કરે છે. જે વાહન વ્યવહાર રસ્તો બંધ થતા પ્રભાવિત થશે.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર થઇ મોડાસા, કપડવંજ, ગોધરા, ઠાસરા તરફનો મુખ્ય રસ્તો પસાર થાય છે. આ રસ્તા પર હરરોજ પાચ હજાર થી વધુ વાહનો પસાર થાય છે. વળી વાર તહેવારે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર આવતા હોય ટ્રાફિકમાં જોરદાર વધારો થતો હોય છે. જેના કારણે મુખ્ય સર્કલ પર અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સમસ્યાના નિવારણ સ્વરૂપ સરકારે અહીં રૂ.60 કરોડના ખર્ચે બ્રિજ મંજુર કર્યો, અને હવે તેનું નિર્માણ કાર્ય પણ શરૂ થઇ ગયું છે. જોકે નિર્માણ કાર્ય પૂરૂ થાય ત્યાં સુધી અહીંથી પસાર થતા વાહન ચાલકોને થોડી અગવડ ભોગવવી પડશે. બ્રિજની કામગીરી ના પગલે પ્રથમ તબક્કામાં કપડવંજ થી ડાકોર તરફ નો રૂટ બંધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...