અકસ્માત:કાજીપુરા પાટીયા પાસે ટ્રકની ટક્કરે ડભાણના યુવકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિ- રવિ રજામાં ઘરે આવેલો યુવક અમદાવાદ નોકરી જતો હતો

અમદાવાદની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા 29વર્ષિય યુવકનું અકસ્માતમાં કમકમાટી ભર્યુ મોત થયુ છે. પ્રાપ્ત વિગતોનુસાર ડભાણ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર નરેન્દ્રભાઈ શર્મા અમદાવાદની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. નોકરીના ચાલુ દિવસોમાં તેઓ અમદાવાદ જ રહેતા હતા. જ્યારે ગયા સપ્તાહમાં શનિવાર અને રવિવારના રોજ રજા હોવાથી તે ડભાણ ખાતે પોતાના ઘરે રજા માણવા આવ્યા હતા.

બે દિવસ ઘરે આવ્યા બાદ આજે સોમવારે વહેલી સવારે નોકરી જવા માટે એક્ટિવા લઈ વડોદરા-અમદાવાદ હાઈવે થઈ અમદાવાદ જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં કાજીપુરા સીમ વિસ્તારમાં હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળ‌થી અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર માર્યા બાદ જીતેન્દ્ર પર ટ્રક ફેરવી દીધી હતી અને પલાયન થઈ ગયો હતો.

આ સમયે ગંભીર ઈજાઓ પહોંચતા જીતેન્દ્રનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ પરીવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જીતેન્દ્રના મોટાભાઈ અનિલ શર્માએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ઘ ખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મૃતક જીતેન્દ્ર પોતાના માતા-પિતાનો સૌથી નાનો દિકરો હતો અને તે અપરણિત હોવાનું જાણવા મળ્યુ છે. તેના સિવાય તેના બે મોટા ભાઈ પણ છે. હાલ તો તેના મૃત્યુના સમાચાર સાંભળી પરીવાર પર આભ તૂટી પડ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...