આંતરસૂબામાં ક્રિકેટ સટ્ટામાં ઝડપાયેલ ડે.સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો અનુસાર બે દિવસ અગાઉ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સટ્ટાના જુગારમાં આંતરસુબા ગામના ઉપસરપંચ મેહુલ ઉર્ફે ભૂરીયા અતુલભાઇ પરીખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવનો વહેમ રાખી ઉ. સરપંચ મેહુલભાઇને શુક્રવારની રાતના 10:30 વાગ્યાની અરસામાં પૂર્વ સરપંચ રાજેશભાઇ શર્મા શકીલભાઇની હોટલ પર બેઠા હતા, તે સમયે મેહુલભાઇ આવી પૂર્વ સરપંચના ખભા ઉપર લાકડીની ડાંગ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આંતરસુબા પોલીસ મથકનો સંપર્ક કરતા ફરજ પરના પીએસઓએ જણાવ્યુ હતુ કે આ અંગેની અરજી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.