તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્વરીત નિકાલ:સાયબર ક્રાઇમે ખેડા-આણંદ, અમદાવાદ જિલ્લામાંથી ફોર્ડમાં ગયેલા રૂપિયા 3.25 લાખ પાછા અપાવ્યા

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત જાન્યુઆરી માસની અરજીનો ત્વરીત નિકાલ કરાયો
 • લોકડાઉન બાદ સાયબર ક્રાઇમના ગુનામાં ઉછાળો આવ્યો છે

આજે ડીજીટલ ઈન્ડીયામાં સૌ કોઈ ટેક્નોલોજીની મદદથી નાણાની આપલે કરતા થયા છે. તેથી ઓનલાઇન ફોર્ડના બનાવોનો વ્યાપ વધ્યો છે. લોભામણી જાહેરાતો કરી, છેતરપિંડી આચરી ફોર્ડ કરવામાં ઉસ્તાદ ચીટરો તમારી ઉપર નજર રાખી રહ્યા છે. જેના કારણે સાઈબર ક્રાઈમનો રેસ્યો દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેશલેસની આ દુનિયામાં જો સાવચેતી ન રાખો તો નાણાં ગુમાવવાનો વારો ચોક્કસ આવે છે. છેલ્લા એક માસમાં સાયબર ક્રાઇમ અમદાવાદ રેન્જ વિભાગે ખેડા-આણંદ, અમદાવાદ જિલ્લામાંથી છ જેટલી અરજીઓનો ત્વરીત નિકાલ કર્યો છે. જેમાંથી ફોર્ડમાં ગયેલા રૂપિયા 3.25 લાખ આ અરજદારોને પરત અપાયા છે.

અમદાવાદ એસ. જી. હાઈવે સ્થિત આવેલ સાયબર ક્રાઇમ પોલીસે વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં ખેડા-આણંદ અને અમદાવાદ જિલ્લામાંથી છ જેટલી અરજીઓનો નિકાલ કર્યો છે. આ છ અરજીઓમાંથી ફોર્ડમાં ગયેલા કુલ રૂપિયા 3 લાખ 25 હજાર 266 રીકવર કરી અરજદારોને પરત આપવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષકની કચેરી અમદાવાદ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસને ફાઈનાન્સીયલ ફોર્ડના બનાવો અટકાવવા તેમજ આવા બનાવો બને ત્યારે નાણાંને ફોર્ડના હાથમાં જતાં રોકવા કાર્યવાહી કરવા ઉપર ભાર મુકાયો છે.

આ સૂચના મુજબ સાયબર ક્રાઈમની ટીમે ભેગા મળી વર્ષ 2021ના જાન્યુઆરીમાં થયેલા સાયબર ગુનામાં મોટી સફળતા મેળવી છે. આમ તો આ માસમાં ઘણી અરજીઓ આવી હતી. જેમાંથી છ જેટલી અરજીઓમાં સફળતા મેળવી છે. ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાંથી ફોર્ડમાં ગયેલા રૂપિયા ગુમાવ્યાની આ અરજીનો નિકાલ કરાયો છે. જેમાંથી કુલ રૂપિયા 3,25,266 રીકવર કરી અરજદારોને પરત આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ સાયબર ક્રાઇમના ગુનામાં એકાએક ઉછાળો આવ્યો છે.

ફોર્ડ કરતા લોકો બેન્કના અધિકારીના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વેરીફાઈ કરવાના બહાને છેતરપિંડી આચરે છે. તો ફિશીંગ લીંક, મની રિક્વેસ્ટ, પેટીએમ કેવાયસીના નામે ગુનાઓ બને છે. ઉપરાંત લોભામણી જાહેરાતો ઈમેલ કરી છેતરપિંડી કરતા હોય છે. આવી છેતરપિંડીથી બચવા તમારે તમારી પર્સનલ માહિતી કે ઓટીપી નંબર શેર કરવોર નહીં. આવો બનાવ બને ત્યારે તુરંત નજીકના પોલીસની મદદ મેળવવી અથવા તો અમદાવાદ રેન્જ (અમદાવાદ, ખેડા, આણંદ) સાયબર ક્રાઇમના ટેલીફોન નંબર 079 29705470 ઉપર સંપર્ક કરવો. ટેક્નોલોજીની સાથે તાલમેલ મીલાવવો જરૂરી છે પણ સાવચેતી એજ સલમાતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો