તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:નડિયાદના CRPF જવાનનું ફરજ બજાવતા સમયે હાર્ટએટકથી નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ

નડિયાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી - Divya Bhaskar
જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી
 • જવાનના અવસાનથી માતા, પત્ની અને બે દિકરીઓ પર આભ ફાટ્યું
 • અંતિમયાત્રામાં શહેરના નાગરીકો, સમાજ, સોસાયટીના લોકો જોડાયા
 • શહેરના લોકોએ જવાનના પરિવારની પડખે ઊભા રહી દિલાસો આપ્યો
 • ''ભારત માતા કી જય''..... વંદે માતરમ્ ના ઘોષ વચ્ચે અંતિમયાત્રા નીકળી
 • બન્ને દિકરીઓએ ભેગા મળી પિતાને અગ્નિદાહ આપ્યો

નડિયાદના જવાનનું ફરજ દરમિયાન હ્રદય રોગના હુમલાથી અવસાન થતાં પુરા જિલ્લામાં ગમગીની છવાઇ ગઇ છે. નડિયાદમાં રહેતા અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા યુવકનું અકાળે નિધન થતાં પરિવાર ઉપર વિટંબણાનો પહાડ તૂટી પડ્યો છે. સોમવારે સવારે જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં નગરજનો, સમાજના શ્રેષ્ઠિઓ સહિત દેશપ્રેમીઓ જોડાયા હતા. ''ભારત માતા કી જય''..... વંદે માતરમના ઘોષ વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા દરમિયાન સૌની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

જવાનના પરિવારજનો ભાવુક થયા
જવાનના પરિવારજનો ભાવુક થયા

પરિવારજનો ઉપર આભ તૂટ્યું
નડિયાદમાં કપડવંજ રોડ ઉપર એસ.આર.પી કેમ્પ સામે આવેલા શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા દિનેશ મેટકરને હ્રદયરોગનો હુમલો થતાં અવસાન થયું છે. તેઓ CRPFમાં ફરજ બજાવતા હતા. અત્યારે તેઓ શ્રીનગર (જમ્મુ કાશ્મીર) ખાતે ફરજ ઉપર હતા અને તે સમયે તેમનું આકસ્મિક અવસાન થયું હતું. જેના કારણે તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.

રવિવારની રાત્રે દિનેશભાઈના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો, ત્યાર બાદ મોડી રાત્રે તેમના વતન નડિયાદ ખાતે લઇ જવાયો હતો. અહીંયા તેમના દેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા દિવસે સવારે જવાન દિનેશભાઈના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યો હતો.

દેશભક્તિના નારાઓ સાથે અંતિમ વિદાય અપાઈ
આ સમયે જવાનના માતા, પત્ની, અને બે દિકરીઓમાં ભારે આક્રંદ સાથે શબ ભેટીને વળગી પડ્યા હતા. આશરે 7:30 વાગ્યે જવાનની અંતિમયાત્રા તેના ઘરેથી નીકળી પારસ સર્કલ પાસેના મુક્તિધામે પહોંચી હતી. આ અંતિમયાત્રામાં આગળ બાઈક વચ્ચે ટ્રેક્ટર અને પાછળ પગપાળા ચાલતા લોકો જોવા મળ્યા હતા. તે તમામ લોકોએ ભારત માતા કી જય'', "વંદે માતરમ, જબ તક સૂરજ ચાંદ રહેગા દિનેશભાઈ આપકા નામ રહેગા"ના ઘોષ સાથે અંતિમ યાત્રા નીકળી હતી.

બે દિકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો
આ અંતિમયાત્રામાં સમાજના આગેવાનો સહિત નગરજનો પણ જોડાયા હતા. તેમના પાર્થિવ દેહને 2 કિલોમીટર દૂર આવેલા મુક્તિધામ ખાતે લઇ જવાયો હતો. ત્યારપછી શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ જવાનની બે દિકરીઓએ ભેગા મળી તેમના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. અકાળે અવસાનના કારણે જવાનની પત્નિ અને દીકરીઓ એકલા થઇ ગયા હતા. તેમના ઘરમાં કામાવનારો આ એક જ દિકરો હતો જેને ગુમાવ્યા પછી તેના પરિવાર ઉપર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે.

ચૂંટણીમાં વ્યસ્ત રાજકારણી નેતાઓ સુધ્ધા ફરક્યા નહી
અંતિમ સંસ્કાર સમયે મિત્ર વર્તુળ અને સોસાયટીના રહીશોએ શ્રધ્ધાંજલિ પાઠવીને સૈનિકના પરિવારના પડખે ઊભા રહ્યા હતા. આમની અંતિમયાત્રામાં ચૂંટણીઓમાં વ્યસ્ત એવા એક પણ રાજકારણી નેતાઓ આવ્યા ન હોતા. જે વાતની ચર્ચાએ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો