સમગ્ર ગુજરાતની સાથે ખેડા જિલ્લો પણ વિકાસના પગલે આગળ ધપી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહુધા અને નડિયાદ તાલુકાના વિવિધ રોડ રસ્તાઓના કામો માટે લીલી ઝંડી અપાઈ છે. જેમાં ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ રસ્તાના કામ માટે રૂપિયા 9 કરોડ મંજુર કરાયા છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામગીરી થશે
પોરડા ચોકડીથી અમરસિંહની મુવાડી સુધીનો રોડ, નિઝામપુરથી કાકલીયા ગામ સુધીનો રોડ, ખુંટજ ગામે પરા વિસ્તારને જોડતો રોડ, સિંધાલીથી રાઠોડપુરા ખુંટજને જોડતો રોડ, સણાલી રોડથી અંકાલીયા વિસ્તારથી બોરનગરને જોડતો રોડ, શેરીથી મોર આંબલીને જોડતો રોડ, કડી ઇન્દીરાનગરીથી મણીપુરાને જોડતો રોડ, મીનાવાડાથી રામદેવપુરાને જોડતો રોડ, નંદગામથી ભુતીયા વિસ્તારને જોડતો રોડ, શેરીથી લક્ષ્મીપુરાને જોડતો રોડ, ફિણાવ ગામથી ધંધોડીને જોડતો રોડ, ભુમસે તાબે વિરાના મુવાડા રોડથી તળપદાવાસ સુધીનો રોડ, ફિણાવથી વડથલ રોડને જોડતો રોડ, વિષ્ણુપુરા-કંજોડા રોડથી મેલાભાઇ મોહનભાઇ સોલંકીના ઘર તરફ જતો રોડ, સોડપુર ગામથી સુરભાઇના મુવાડા તરફ જતો રોડ, મોંઘરોલી ગામ રામવાડી તલાવડીથી રાઠોડપુરાને જોડતો રોડની મંજૂરી આપવામાં આવી છે.
વિવિધ વિસ્તારોના રોડ બની જશે
તેમજ સલુણ ગામે ખોડીયારપુરા પ્રા.શાળાથી ક્રુષ્ણપુરા તરફ જતો રોડ, સુરા શામળ ગામે રાવજીભાઇ પ્રભાતભાઇના કુવેથી બોડાના વિસ્તાર તરફ જતો રોડ, વિણા કલ્યાણપુરા ઓટ વિસ્તાર તરફ જતો રોડ, પાલૈયા રોડથી મોહનભાઇ મેલાભાઇના ઘર તરફ જતો રોડ, સાપલાથી બેચરપુરા તરફ જતો રોડ, મહીસા ખાખરાની મુવાડીથી મેલાભાઇના પુનમભાઇના ઘરો તરફ જતો રોડ, કપરૂ પરથી ડુંગરપુર તળાવ જતા રોડને બનાવવા માટે રૂપિયા 9 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.