તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રખીયાલમાં ગેરકાયદે મકાનો તાણી બાંધનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 ગુંઠા જેટલી જમીન પર 16 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરેલ જે છોડતા ન હતા

રખીયાલ ગામમાં “12 ગુંઠા જેટલી જમીન ગેરકાયદેસર રીતે કબ્જે કરી તેમા મકાનો તાણી બાંધનારા 4 સામે ફરિયાદ નોંધાઈ છે. પી. ડબલ્યુ.ડી.ની ઓફિસ પાસે આવેલી જમીનના માલિક ઉમરેઠમાં રહેતા હોવાથી 4 ઈસમો દ્વારા 16 વર્ષથી આ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેવાયો હતો. આ સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે અરજી કરાતા ચારેય સામે ફરિયાદ કરવાના આદેશ થયા છે.

ઠાસરાના રખીયાલ ગામમાં ડાકોર-ઠાસરા રોડ પર પી. ડબલ્યુ. ડી. ઓફિસની બાજુમાં આવેલી 12 ગુંઠા જમીન વર્ષ 2003માં ઉમરેઠના અમીનાબીબી મલેકે વેચાણ લીધી હતી. પોતાના પતિનો ધંધો ઉમરેઠમાં હોવાથી તેઓ ઉમરેઠ રહેતા હોય, તેનો લાભ લઈ વર્ષ 2004થી યુસુફભાઈ ખાટકી, મહેમુદ ખાટકી, નિશાર ખાટકી અને અલ્તાફ ખાટકી દ્વારા આ જમીન પર ઘરો બનાવી દઈ પરિવારો સાથે ત્યાં રહેવાનું શરૂ કરી દીધુ હતુ. આ બાબતની જાણ અમીનાબીબીને થતા તેમણે ચારેય ઈસમોને વારંવાર જમીનનો કબ્જો ખાલી કરી દેવા જણાવ્યુ હતુ.

પરંતુ ચારેય દ્વારા કબ્જો છોડવામાં આવ્યો ન હતો. જેથી આ બાબતે અમીનાબીબીએ 24/03/2021ના રોજ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અરજી કરી હતી. જેની તપાસ કરી જિલ્લા કલેક્ટર દ્વારા 15/5/2021ના રોજ ચારેય ઈસમો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ – 2020 મુજબ ફરિયાદ દાખલ કરવાના આદેશ કર્યા હતા. આ હુકમના આધારે આજે અમીનાબીબીએ ડાકોર પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આણંદ- ખેડા જિલ્લામાં જમીન માફીયાઓના ત્રાસથી અને જમીન પચાવવાના ગુનાઓ સતત વધી રહ્યા છે. જોકે લેન્ડ ગ્રેબિંગનો કાયદો આવતા ન્યાય મળશે.

અન્ય સમાચારો પણ છે...