વડોદરામાંથી રૂ.70 લાખની ઠગાઈના બનાવમાં આરોપીને પકડવા ડાકોરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન સ્થાનિક પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શ્રીજી આર્કેડના પાંચમા માળેથી ઈલ્યાસ ઉર્ફે વિકી અજમેરીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ નવી દિલ્હી ખાતે રહેતા સુરેશભાઇ રામજશ સિંગાનીયાએ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, અલીમહંમદ ઉર્ફે હાજી અને તેના સાગરીત ઇલિયાસ ઉર્ફે વીક્કી સીરાજખાન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા)એ અકોટા સબ રજીસ્ટાર કચેરીની પાછળ કિશન રેસીડન્સીમાં આવેલ ઓફિસ ભાડે રાખી હતી. ઇલિયાસે પોતાની વિક્કી નામથી ઓળખ આપી સુરેશભાઇ સિંગાનીયાને તા. 30 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી વડોદરા બોલાવ્યા હતા અને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. ઇલિયાસ ઉર્ફે વિક્કીએ સુરેશભાઇને વિશ્વાસમાં લેવા માટે પહેલા 100 ગ્રામ સોનું આપ્યુ હતું અને પછી પૈસા આપજો તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ આરોપીઓ સુરેશભાઇને સસ્તુ સોનું આપવા માટે દિલ્હીથી અવારનવાર વડોદરા બોલાવતા હતાં અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવડાવી હતી. દરમિયાન સુરેશભાઇ પાસેથી બે આંગડિયા મારફતે નાણા મંગાવી સોનાની દિલ્હી ખાતે ડિલિવરી મળી જશે તેમ કહી પુરેપુરી સોનાની ડિલીવરી નહીં આપી સુરેશભાઇ પાસેથી વધારાના 42 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. પૂરતુ સોનું નહીં મળતા વધારાના નાણાની માંગણી કરતા ઇલિયાસે સુરેશભાઇને કચ્છના માંડવી ખાતે હાજી નામના વ્યક્તિ પાસેથી નાણા લઇ લેવા કહ્યું હતું અને તેમને કચ્છ બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં હાજી ઉર્ફે અલીમહંમદ અને તેના માણસો સલીમ તેમજ જયેશે સુરેશભાઇને એરગન જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી બીજા 30 લાખ પડાવી લીધા હતા.
આ બનાવમાં અન્ય આરોપી પકડાયા બાદ ઈલ્યાસ ઉર્ફે વિકી અજમેરીની ને પકડવા પોલીસ ડાકોર આવી તેની ધડપાકડ કરી છે. ભૂગર્ભમાં ઉતરેલ ઈલ્યાસ ઉર્ફે વિકી અજમેરી ખેડા જિલ્લાના ડાકોરમાં છેલ્લા કેટલાય સમયથી રહેતો હોવાની બાતમી મળતા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અહીયા આવી આરોપીની અટકાયત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.