કાર્યવાહી:માતરના એક ગામની સગીરાનો વીડિયો વાયરલ કરનાર સામે ગુનો

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જબરજસ્તથી વીડિયો ઉતારનારા બંને યુવકો માછીયેલ ગામના હોવાનું ખુલ્યું

માતર તાલુકાના એક ગામમાં રહેતી સગીરવયની દિકરીનો બે વ્યક્તિઓએ ભેગા મળી જબરજસ્તીથી વિડિયો ઉતાર્યો હોવાની ઘટના ઘટી છે. આ બનાવ અંગે માતર પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માતર તાલુકાના એક ગામમાં રહેતી સગીર દિકરીનો બે યુવકો ભેગા મળી વિડિયો ઉતાર્યો હોવાની ઘટના ઘટી છે. આ બનાવ અંગે માતર પોલીસ મથકે નોધાયેલ ફરિયાદ મૂજબ માતર તાલુકાના એક ગામે રહેતી સગીરવયની દિકરીનો બે યુવકોએ જબરજસ્તીથી વિડિયો ઉતારી સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ આ અંગે કોઇને જણાવીશ તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે દિકરીના પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ વિડિયો ઉતારનારા યુવકોની તપાસ કરતા માતર તાલુકાના માછીયેલ ગામના હોવાનુ બહાર આવ્યુ હતુ. પરંતુ આ બનાવમાં એક યુવક સગીર છે જ્યારે ધમકી આપનાર યુવક જૈમિનકુમાર ઉર્ફે ગટો પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ. આ બનાવ અંગે દિકરીના પરિવારજનોએ બંને યુવકો સામે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...