ફરિયાદ:નડિયાદમાં ખોટો વહેમ રાખી મહિલાને મારતા 3 સામે ગુનો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારા પિતાને તે કેમ રાખ્યા છે તેમ કહી માર મારતા ફરિયાદ

પીપલગના લીમડીવાળા ફળિયામાં રહેતા મનીષાબેન ગોહેલ ગત રોજ પોતાના બીજા ઘરે ગયા હતા. આ દરમિયાન તેની દિકરી ઘરે હતી. જ્યાં નડિયાદ વરીયા પ્રજાપતિની વાડી નજીક નટવરપાર્કમાં રહેતો નીરલ પ્રજાપતિ તેના ઘરે આવ્યો હતા. આ સમયે મનીષાબેનની દિકરી એકલી હોય, તેની સાથે ગમે તેમ બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. નિરલે મનીષાબેનની દિકરીને જણાવ્યુ હતુ કે, તારી માતાએ મારા પિતાને કેમ રાખ્યા છે? આમ કહી ઝપાઝપી કરતા બુમાબુમ થઈ હતી.

જ્યાં મનીષાબેન આવી પહોંચ્યા હતા. નીરલે મનીષાબેનને પણ તે મારા પિતાને કેમ રાખ્યા છે? તેમ કહી મારામારી કરી હતી. આ સમયે ફળિયાના માણસોએ વચ્ચે પડી મનીષાબેન અને તેમની દિકરીને છોડાવ્યા હતા. નિરવે આટલે ન અટકતા પોતાની માતાને ફોન કર્યો હતો. જ્યાં તેની માતા પુષ્પાબેન અને ભાઈ જયદિપ સ્થળે આવી પહોંચ્યા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીથી અમારા પિતાજીને તમારા ઘરે બોલાવ્યા છે, તો જીવતા છોડીશું નહી. તેમ ધમકી આપી છે. આ બાબત હવે પોલીસ મથકે પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...