અમદાવાદ શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ અમેરિકામાં રહેતા ચંન્દ્રેશ શાહની મહીજ ગામની સીમમાં જમીન આવેલી છે. ગત 2021ના વર્ષના વર્ષમાં જુલાઈ માસમાં ભારત આવ્યા હતા તે સમયે જમીનનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો.જેથી સરકારની જમીન બાબતની વેબસાઇટમાં ઓનલાઇન જમીન જોતા તેમની જમીનમાં માતા અને બહેનના નામે જે જમીન બોલતી હતી તે ભરતભાઈ અમરાભાઈ ભરવાડના નામે બે પ્લોટના માલિક તરીકે નામ દર્શાવ્યા હતા.
જે અંગે તેમણે ગત તારીખ 3-8-2021 ના રોજ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે અરજી કરી હતી.પરંતુ તેઓ અમેરિકા હોવાથી પોલીસ ફરિયાદ કરી શક્યા ન હતા.જેથી તેઓએ ખેડા મામલતદાર કચેરીમાં તપાસ કરતા માતા કપીલાબેન અને બહેન કિર્તીદાબેનના નામનો ખોટો પાવર ઓફ એટર્ની ગત તારીખ 11-04-2011 ના રોજ નોટરી સમક્ષ કરી હતી અને ગત તા.8-03-2021 ના રોજ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં માતા કપિલાબેન ગત તા.09-01-2005માં અમેરિકામાં અવસાન પામ્યા હતા જ્યારે બહેન તે સમય દરમિયાન ભારત આવ્યા ન હોવા છતા બંનેના નામનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કર્યો જમીનનો ખોટા દસ્તાવેજ કરી લીધો હતો.આ બનાવ અંગે ચંન્દ્રેશ જયંતીલાલ શાહ ખેડા પોલીસ મથકે ભરતભાઈ અમરાભાઇ ભરવા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.