તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાદળછાયું વાતાવરણ સંકટ નોતરશે?:ખેડા જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો છવાય છે પણ વરસાદ નહી, તાપ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાની દહેશત

નડિયાદ23 દિવસ પહેલા
  • મેઘરાજા વરસે તે માટે ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે

શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. તેમ છતાં પણ આ વર્ષે મેઘરાજાના કોઈ એંધાણ નથી. સમગ્ર રાજ્યમાં વરસાદે ચિંતા વધારી દીધી છે. જો વરસાદ માફસરનો નહી વરસે તો ખુબજ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થવું પડશે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચિંતાના વાદળો સંકટ નોતરશે કે શુ? કારણ કે એક બાજુ વરસાદ નથી તો બીજી બાજુ બેવડી ઋતુ વચ્ચે એટલે કે તાપ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાનું સંકટ તોડાઈ રહ્યું છે. સમગ્ર પંથકમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય છે અને થોડા સમય બાદ ધમધખતો તાપ પડે છે. આવા વાતાવરણથી જિલ્લા વાસીઓ ત્રસ્ત બન્યા છે. અને વરસાદ પડે તે માટે અલગ અલગ રીતે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

ચોમાસા સિઝનનો અડધો તબક્કો પુરો થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ હજુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદના કોઈ જ એંધાણ નથી. જેના કારણે આ વિસ્તારમાં વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડશે. ઉપરાંત દુષ્કાળના એંધાણ સર્જાય તેવા સંજોગો ઊભા થશે.

ચરોતર પંથકની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ખેડા-આણંદ જિલ્લામાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ પંથકના ખેડૂતો મેઘરાજાના આગમન માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદની ઘટ સર્જાતા ચાલુ વર્ષે વરસાદે ચિંતા વધારી દીધી છે. તો વળી છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર પંથકમાં ઊંચે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા રહે છે.

વરસાદ નહી પડતા અને થોડા સમયમાં જ વાદળો વિખરાય જાય છે જેથી તાપ પડી રહ્યો છે. આમ એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ જિલ્લા વાસીઓ કરી રહ્યા છે. જેથી એકઅંદરે શરદી અને ફીવરના દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો વળી મચ્છર જન્ય રોગોનો પણ ઉપદ્રવ વધતાં સ્વાસ્થ્ય સામે મોટુ જોખમ ઉભુ થયું છે. જો આમ ને આમ વાતાવરણ રહેશે તો પંથકમાં રોગચાળાની દહેશત સતાવી રહી છે.

વરસાદ વરસે અને કોરોનાનું ત્રીજું સંકટ ટળે તે હેતુથી કિન્નર સમાજ દ્વારા આનંદના ગરબો યોજ્યો

સમગ્ર માનવજાતી પર કોરોનાના સંકટે હાહાકાર મચાવ્યો હતો. તબીબો કોરોનાની ત્રીજી લહેર આવશે તેવુ જણાવી રહ્યા છે ત્યારે આ ત્રીજી લહેર પ્રસરે નહી અને મેઘરાજા સમગ્ર પંથક સહિત રાજ્યમાં મહેરબાન બને તે હેતુથી નડિયાદ કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. પીજ ભાગોળ ખાતે માસીના અખાડામાં ગરબો યોજાયો અને માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. અખાડામાં રહેતા નેહાકુવર માસીએ આનંદના ગરબાની માનતા રાખી હતી. જેમાં સમગ્ર કિન્નર સામાજના કિન્નરો માતાજીના ગરબામાં તરબોળ બન્યા હતા. આણંદ કિન્નર સમાજના આગેવાન સ્વિટિ માસીના સંગે ગરબાની રમઝટ બોલાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...