તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદની સેશન્સ કોર્ટે અપહરણ, બળાત્કારના કેસમાં દોષિત છીપડીના યુવાનને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. આ બનાવની અંદર આરોપીને તેના એક મિત્રએ મદદ કરી હતી જેને આજે કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ બનાવની સુનાવણી વખતે કોર્ટે 19થી વધારે દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા બાદ આ ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપી યુવાનને આજીવન કેદની સજાની સાથે 42 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મિત્રના ઘરે આરોપીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું
કઠલાલ તાલુકાના છીપડી સીમના પાટો વિસ્તારમાં એક ખેતરની અંદર રહેતા બળવંત ઉર્ફે ભલાભાઈ રહેતા હતા. આરોપી 24 જુલાઈ 2019ના રોજ 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ત્યાંથી ભગાડી ગયો હતો અને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેના કારણે તેમના વિરૂદ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
બળવંત કિશોરીને સંતરામપુર તાલુકાના કાળીયા આંબા ગામ ખાતે ભગાડીને લઈ ગયો હતો. અહિંયા તેનો મિત્ર રહેતો હોવાથી એના ઘરે જ તે કિશોરીને લઈ રોકાઈ ગયો હતો. ત્યાં તેણે કિશોરીની મરજી ન હોવા છતા તકનો લાભ ઉઠાવી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ વાતની જાણ પોલીસને થતા, કપડવંજ શહેર પોલીસે આરોપી સામે 363, 366, 376, (2) અને (3) તથા પોકસો મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી દીધી હતી.
આરોપીને આજીવન કેદની સાથે રૂ. 42 હજારનો દંડ
આજે આ કેસ બોર્ડ ઉપર ચાલી ગયો હતો. તેના ઉપર નડિયાદની સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી હતી. આ કેસમાં સરકારી વકીલ મિનેષ આર. પટેલે 19થી વધુ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
જે તમામ પુરાવોઓને ન્યાયાધીશે તપાસી આરોપી બળવંત ઉર્ફે ભલાભાઈ રાઠોડને ઈપીકો કલમ 363, 366ના ગુનામાં પાંચ, પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડના સાથે આઈપીસી 376, (2) અને (3)ના ગુનામાં આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યા છે. કોર્ટે પોકસોના ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને કુલ રૂપિયા 42 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જયારે આ કેસમાં આરોપીને મદદ કરનાર તેના મિત્ર રાજુ તાવીયાડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.