તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:લેન્ડ ગ્રેબિંગના આરોપીઓની જામીન અરજ નામંજૂર કરતી કોર્ટ

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

માતરના બસ સ્ટેશન નજીક આવેલા ઓમપુરી આશ્રમની જમીનમાં રમેશભાઈ પરમાર અને બચુભાઈ પરમારે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પાક્કુ બાંધકામ કરી જમીનમાં કબ્જો જમાવી લીધો હતો. સરકારે આ જમીન અરવિંદ સોસાયટીની ઓમપુરી શાખાને આશ્રમ બનાવવા માટે આપી હતી. આશ્રમના સંચાલકોએ જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ઈસમો સામે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી.

જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા બાદ ઉપરોક્ત બંને સામે ગુનો નોંધતા આદેશ કર્યા હતા.અગાઉ આ બંને સામે ફરિયાદ દાખલ થયા બાદ તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જેથી બંને ઈસમો દ્વારા નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ દાખલ કરી હતી. આ સંદર્ભે અરજદારના વકીલ અને સરકારી વકીલ યુ. એ. ઢગટની દલિલો સાંભળ્યા બાદ બંનેના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો