હુકમ:માતરના બાયોડીઝલ કેસમાં 4ની જામીન અરજી કોર્ટે ફગાવી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે માતર જી આઇ ડી સી માં બાયોડિઝલ ફેક્ટરી ઝડપી પાડી હતી. આ બનાવમાં પોલીસ ટીમે 4 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસ ટીમે કોર્ટમાં રજૂ કરી અબ્બાસ ઉર્ફે મુન્નો ઠેબા રહે, મીતાણા જૂના ગામ સંધીવાસ, તા. ટંકારા, જિ. મોરબી અને ફજલ પિરોઝ મોદન રહે, દાણીલીમડા અમદાવાદના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

બુધવારના રોજ અબ્બાસ ઉર્ફે મુન્નો અને ફજલ મોદનના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં ચારેય આરોપીઓએ જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી.પરંતુ માતર કોર્ટના સરકારી વકીલ હિતેશભાઇ બ્રહ્મભટ્ટની દલીલો કોર્ટે માન્ય રાખી કોર્ટે ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી જિલ્લા જેલ બિલોદરા મોકલી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...