ફરીયાદ:એકલવેલૂ ગામે દારૂ પીધેલાને દંપતિએ ઠપકો આપતા હુમલો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના એકલવેલૂ ગામે વિસનગર તાબે રોડવાળા ફળિયામાં રહેતા 65 વર્ષિય બળવંતભાઈ ચાવડા 8 જાન્યુઆરીએ પોતાના ઘરે હતા. તે વખતે ગામમાં રહેતા રાવજીભાઈ ચાવડા દારૂ પીધેલી હાલતમાં ગમેતેમ ગાળો બોલતા નીકળતા હતા. જેથી બળવંતભાઈના પત્નિએ રાવજીભાઈને ગાળો બોલવાની ના પાડી હતી.

જ્યાં રાવજીભાઈ તેમને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી બળવંતભાઈએ ઠપકો કરતા રાવજીભાઈનું ઉપરાળુ લઈ રાજેશભાઈ, સંજયભાઈ અને શૈલેષભાઈ આવી ગયા હતા અને બળવંતભાઈને ગળદાપાટુનો માર માર્યો હતો. રાવજીભાઈએ લાકડાથી બળવંતભાઈને માર માર્યો હતો, આ સમયે બુમાબુમ થતા નજીકમાંથી લોકો આવી ગયા હતા અને બળવંતભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ મામલે બળવંતભાઈએ ચારેય સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...