મતગણતરી:ખેડા જિલ્લામાં 10 તાલુકા પૈકી વસો તાલુકાના ગામડાઓની મતગણતરી પૂર્ણ, વાંચો 210 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • સૌ પ્રથમ સરપંચ અને વોર્ડના મતપત્રોને છુટા પાડવાની કામગીરી, ત્યારબાદ 100ના થપ્પીમાં ગણતરી કરવામાં આવી રહી છે
  • ઉમેદવારોની હાજરીમાં મતપેટીઓના સીલ તોડી મતપત્રોની ગણતરી કરવામાં આવી રહી છે

ગ્રામ પંચાયતોની ચૂંટણીનો આજે અંતિમ તબક્કો એટલે પરીણામનો દિવસ છે. ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયત માટે સરપંચ પદના 1465 ઉમેદવાર તથા વોર્ડના સભ્યોની 1333 બેઠકો માટે 5311 ઉમેદવારો મેદાનમાં છે. જેનો આજે ફેસલો થનાર છે. જિલ્લાના 10 તાલુકા મથકો પર આવેલ મતગણતરી કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ મતગણતરી શરુ થઈ છે.

ખેડા જિલ્લામાં ચૂંટણીની મતગણતરી આજે મોડી રાત સુધી ચાલનાર છે. ત્યારે જિલ્લાના 10 તાલુકા પૈકી વસો તાલુકાના ગામડાઓની મતગણતરી પૂર્ણ થઈ છે. જેને લઈ આ તાલુકાના સમાવિષ્ટ ગામો અને તાલુકા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. વસોના 14 ગામોનું પરીણામો જાહેર કરવામાં આવ્યું છે.

મહુધાના કૈયજ ગામે સરપંચ તરીકે અનીલકુમાર વિજેતા
મહુધાના મીરજાપુર ગામે સરપંચ તરીકે આશીફમીયા મલેક વિજેતા
મહુધાના ઉદરા ગામે સરપંચ તરીકે ઈલાબેન રાજેશભાઈ વિજેતા
મહુધાના ખુટજ ગામે સરપંચ તરીકે ઝરિનાબેન ગુલામનબી વિજેતા
મહુધાના ફલોલી ગામે સરપંચ તરીકે કાનતાબેન ભીખાભાઇ સોઢા વિજેતા
મહુધાના શેરી ગામે સરપંચ તરીકે દશાબેન અલપેશભાઈ વિજેતા
કઠલાલના કાલેતર ગામે સરપંચ તરીકે જીજીબેન દેવભાઈ ભરવાડ વિજેતા
કઠલાલના ગાડવેલ ગામે સરપંચ તરીકે ભારતસિંહ જુવાનસિંહ ડાભી વિજેતા
નડીયાદના રાજનગર ગામે સરપંચ તરીકે રાજેન્દ્ર કુમાર કનુભાઇ પરમાર વિજેતા
ઠાસરાના ભાટ વાસણા ગામે સરપંચ તરીકે કૈલાશબેન કાળા ભાઈ રાઠોડ વિજેતા
ઠાસરાના સિમલજ ગામે સરપંચ તરીકે વિનુભાઈ શંકરભાઈ ખાંટ વિજેતા
ઠાસરાના પોરડા ગામે સરપંચ તરીકે નટવરસિંહ ડાહ્યાભાઈ ચાવડા વિજેતા
કઠલાલના ગંગાદાસના મુવાડા ગામે સરપંચ તરીકે પૂંજીબેન પ્રભાતસિંહ ચૌહાણ વિજેતા
કઠલાલના સંદેશર ગામે સરપંચ તરીકે લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર વિજેતા
કઠલાલના ફૂલ છત્રપુરા ગામે સરપંચ તરીકે ભારતભાઈ ડાહ્યાભાઈ રાઠોડ વિજેતા
કઠલાલના પહાડ ગામે સરપંચ તરીકે જ્યંતીભાઈ પૂજાભાઈ બારૈયા વિજેતા
કઠલાલના ગાડવેલ ગામે સરપંચ તરીકે ભારતસિંહ જુવાનસિંહ ડાભી વિજેતા
કઠલાલના કાલેતર ગામે સરપંચ તરીકે જીજીબેન દેવાભાઈ ભરવાડ વિજેતા
ઠાસરાના વજેવાલ ગામે સરપંચ તરીકે અર્જુનભાઈ ભઈજીભાઇ સોલંકી વિજેતા
નડિયાદના અરજનપુર કોટ ગામે માધવસિંહ કાળાભાઈ ડાભી સરપંચ પદે વિજેતા
ઠાસરાના સલૂણ ગામે સરપંચ પદે રમેશભાઈ રૂદાભાઈ પરમાર વિજેતા
કઠલાલના સંદેશર ગામે સરપંચ પદે લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર વિજેતા
ઠાસરાના અમૃતપુરા ગામે સરપંચ પદે કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ વિજેતા
કપડવંજના તાલપોડા ગામે સરપંચ પદે લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ વિજેતા

કપડવંજના તાલપોડા ગામે લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ વિજેતા
કપડવંજના આલમપુરા ગામે સરપંચ પદે વિમલબેન હસમુખભાઈ સોલંકી વિજેતા
કપડવંજના જલોયા ગામે સરપંચ પદે સવિતાબેન રમણભાઈ પરમાર વિજેતા
ઠાસરાના અમૃતપુરા ગામે સરપંચ પદે કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ વિજેતા

નડિયાદ, કપડવંજ, માતર, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કઠલાલ, મહુધા, ખેડા અને વસો તાલુકા મથકોએ નિયત કરેલા મતગણતરી સેન્ટર બહાર ઉમેદવારો અને સમર્થકોના વહેલી સવારથી જ ટોળેટોળાં ઉમટ્યાં છે. જે તે સમયે નિયત કરેલા ગામોની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી તેમાં મૂકેલ મત પેટીઓને ચકાસી ક્રમાનુસાર બહાર લાવી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ મતગણતરીમાં સૌપ્રથમ ઉમેદવારોની હાજરીમાં મતપેટીઓના સીલ તોડી મતપત્રોની ગણતરી કરવામાં આવી રહી છે. સરપંચ અને વોર્ડના મતપત્રોને છુટા પાડવાની કામગીરી, ત્યારબાદ 100ના થપ્પીમાં ગણતરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...