તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નડિયાદમાં કાઉન્સિલરે પોતાના વોર્ડને જ સેનેટાઇઝેશન કર્યો, કોરોનાના કેસમાં તંત્ર હજુ ઢાંક પીછોડા કરી રહ્યું છે

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરના વોર્ડ નં.11માં આશરે પોણા ચાર સોથી વધુ સોસાયટીઓ આવેલી છે અને 20 હજારથી વધુ વસતી ધરાવતા આ વોર્ડમાં છેલ્લા સપ્તાહથી કોરોના મહામારીએ માઝા મુકી છે. એક અંદાજ મુજબ આ વોર્ડમાં જ હાલ 60થી વધુ એક્ટીવ દર્દીઓ છે. જેને કારણે રહિશોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. આમ છતાં આરોગ્ય વિભાગ આંકડા જાહેર કરી રહ્યું નથી.

બીજી તરફ ગંભીરતાના પગલે વોર્ડ નં.11ના કાઉન્સીલર્સ સંજય પટેલ, નીલમબહેન જોષી, વિજયભાઈ પટેલ, પ્રતિક્ષાબહેન જોષી દ્વારા ટેન્કર ભાડે કરવામાં આવ્યું છે. હાલ બે ટેન્કર થકી છેલ્લા દસ દિવસથી વોર્ડ નં.11ની સોસાયટીઓ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં હજુ આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. વોર્ડ નં.11માં સૌથી વધુ સોસાયટી વિસ્તારમાં વૈશાલી સિનેમા નજીક, જુના ડુમરાલ રોડની સોસાયટીમાં સ્થિતિ બેકાબુ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો