તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 36 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 4116 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદ 11, મહેમદાવાદ 7, ગળતેશ્વર 6, ઠાસરા 4, કઠલાલ 3, કપડવંજ 3 અને ખેડામાં 2 નોંધાયા છે.
આજે સમગ્ર જિલ્લામાં કુલ 668 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 73443 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 67221 લોકોના નેગેટિવ અને 4116 લોકોના પોઝેટીવ નોંધાયા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2,77,217 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
30 એપ્રિલ સુધી દરરોજ રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુ
નડિયાદ શહેરના હદ વિસ્તારમાં 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરરોજ રાત્રિના આઠ કલાકથી સવારના છ કલાક સુધી રાત્રી કર્ફ્યુની અમલવારી રહેશે. સમગ્ર રાજ્યમાં સંક્રમણ વધતા સરકારે 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કર્યું છે. જેમાં ખેડાના નડિયાદનો સમાવેશ થાય છે. આજથી આ કર્ફ્યૂનો અમલ થનાર છે. જે સંદર્ભે ખેડા કલેકટરે આઈ.કે. પટેલે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના હદ વિસ્તારમાં 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરરોજ રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં થશે.
આ કર્ફ્યૂ દરમિયાન તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓ આપતા વ્યક્તિઓ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, લેબ ટેકનીશીયન, દવાખાના સંલગ્ન સેવાઓ તથા કોરોનાને લગતી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ, ઈમરજન્સી સેવાઓ તેમજ ફાયર સેફ્ટીની સેવાઓ તથા એમ્બ્યુલન્સના પરિવહનને કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સાથે સાથે સમગ્ર જિલ્લામાં 10 એપ્રિલથી લગ્ન-સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 1૦૦થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહી. ઉપરાંત રાજકીય, સામાજિક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
નડિયાદ અને કપડવંજમાં બપોર બાદ સ્વૈચ્છિક બંધ રહેશે
તેમજ નડિયાદ અને કપડવંજ નગરપાલિકાએ બપોર બાદ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. ખેડા જિલ્લામાં કોરોના સંક્ર્મણ વધતાં બે નગરપાલિકાએ આગળ આવી બપોર બાદ વેપાર, રોજગાર ધંધા સ્વેચ્છીક રીતે બંધ કરવા અપીલ કરાઇ છે. નડિયાદ નગરપાલિકાએ આગામી 10 દિવસ સુધી તો કપડવંજ નગરપાલિકાએ 8 દિવસ સુધી બપોર બાદ ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરી છે.
4 વાગ્યા પછી સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરાઇ
નડિયાદ નગરપાલિકામાં આજે સમી સાંજે પ્રમુખના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં શહેરના વેપારીઓ હાજર રહ્યા હતા. આ મહત્ત્વની બેઠકમાં રાત્રી કર્ફ્યૂનો ચૂસ્ત અમલ અને શહેરમાં બપોર બાદ એટલે કે 4 વાગ્યા પછી સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આવતીકાલ 8મી એપ્રિલથી 18 એપ્રિલ સુધી આ રીતે ધંધો રોજગાર બંધ રાખવા તંત્રએ અપીલ કરી છે. સિંધી માર્કેટ એસોસિયેશન, ગંજ બજાર એસોસિયેશન, ઘોડિયા બજાર એસોસિયેશન તેમજ ઉપસ્થિત રહેલા વેપારીઓએ આ અપીલને સમર્થન આપ્યું છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.