તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 34 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 167 થઈ

નડિયાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • આજે જિલ્લામાં 7797 લોકોને રસી આપવામા આવી

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 34 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 4 હજાર 80 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદ 11, ઠાસરા 8, કઠલાલ 5, ગળતેશ્વર 4, કપડવંજ 2, મહુધા 1, મહેમદાવાદ 1, ખેડા 1 અને વસો 1 મળી કુલ 34 કેસો નોંધાયા છે. ખેડા જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3894 થઈ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2, 79,172 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

નડિયાદમાં લોકડાઉનની અટકળો વચ્ચે લોકો શાકમાર્કેટમાં ઉમટ્યાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોને કાબુમાં લાવવા હવે લોકડાઉન એક વિકલ્પ રહ્યો છે. આજે હાઈકોર્ટના ટકોર બાદ સરકાર હવે લોકડાઉનના મુળમાં છે આ વચ્ચે ખેડા જિલ્લામાં લોકો શાકમાર્કેટમાં શાક લેવા અને મોલમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ લેવા ઉમટ્યાં છે. કોઈએ અફવાઓને ધ્યાને દોરાવવું નહીં અને તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર ખેડા જિલ્લામાં આજે વધુ કેસો સામે આવ્યા છે. જેના કારણે કુલ આંક પર પહોંચ્યો છે.

કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ઉપરા છાપરી કોરોનાના કેસો આવતાં સરકાર ચિંતિત બની છે. એક બાજુ સરકાર હાઈકોર્ટના ટકોર બાદ હવે લોકડાઉનના મુળમાં છે ત્યારે લોકોએ આજે શાકમાર્કેટમાં શાક લેવા અને મોલમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓને લેવા માટે દોટ મૂકી છે. ખેડા જિલ્લાના વડામથક નડીઆદમાં મોલ અને શાકમાર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.

સાથે સાથે સંતરામ રોડ પર પાથરણાવાળા પાસે ભારે ભીડ જોવા મળી હતી. વેપારીઓએ મો માંગ્યા દામ મેળવી ધંધો કર્યો છે. સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ઉપરાંત ઉપરા છાપરી કેસો આવતાં હવે નવા કોવિડ સેન્ટરોને ઉભા કરવાની ફરજ પડી છે. નડિયાદમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વિવિધ રૂમો કોરોન્ટાઈન માટે ફાળવી છે. સાથે સાથે હવે સ્વૈચ્છિક રીતે અમુક હોસ્પિટલોએ દર્દીઓને સારવાર માટે જગ્યા આપી છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે રાત્રી બજાર બંધનું ચૂસ્ત પણે પાલન કરવા જણાવાયું છે. સરકાર તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી સાથ સહકાર આપવા જીલ્લા વહિવટી તંત્રએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો