તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ખેડામાં કોરોના વોરિયર્સને રસીનો બીજો ડોઝ અપાશે

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફ્રન્ટલાઇન વર્કરમાં 88.46% કામગીરી : રાજ્યમાં ત્રીજા નંબરે

ખેડા જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણના ચાલી રહેલા અભિયાનમાં હવે બીજા રાઉન્ડની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ફ્રન્ટ લાઇન વર્કરમાં 88.46 ટકા કામગીરી પૂર્ણ થતાં રાજ્યમાં ત્રીજા નંબરે ખેડા જિલ્લો રહ્યો છે.

ખેડા જિલ્લા ખાતે કોરોના રસીકરણની શરૂઆત 16મી જાન્યુઆરી, 2021ના રોજ કરવામાં આવી હતી. જે અન્વયે હેલ્થ કેર વર્કર, જેઓએ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કોરોના દર્દીની સાથે રહીને કામગીરી કરી છે. કુલ 13,355 હેલ્થકેર વર્કરનું રસીકરણ થયું છે. જે લક્ષ્યાંકની સામે 109 ટકા કામગીરી થઇ છે. સાથે સાથે ફ્રન્ટ લાઇન વર્કર જેમ કે જીઆરડી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પોલીસ , મહેસુલ વિભાગ, શિક્ષક, નગરપાલિકાના કર્મચારીઓ મળી કુલ 12,265 ફ્રન્ટ લાઇન વર્કરનું રસીકરણ થયું છે. જે લક્ષ્યાંકની સામે 88.46 ટકા કામગીરી થઇ છે. કોરોના રસીકરણની કામગીરીમાં ખેડા જિલ્લાની કામગીરી સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે. જે લાભાર્થીઓને અગાઉ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, તેવા હેલ્થકેર વર્કરોને રસીકરણનો બીજો ડોઝ 15મીના રોજથી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો