તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:નડિયાદ સિવિલમાં કોરોના વોર્ડ હાઉસફુલ દર્દીઓને અન્યત્ર ખસેડવા પડે તેવી સ્થિતિ

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં દરરોજનો સવા બે ટન ઓક્સિજનની થઈ રહેલી ખપત

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના પગલે સારવાર માટે આરોગ્ય વિભાગ પણ ટુંકુ પડી રહ્યું છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં કિડીયારાની જેમ કોરોના દર્દી ઉભરાઇ રહ્યાં છે. જિલ્લાની નડિયાદ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના વોર્ડ હાઉસફુલ થઇ ગયો છે. જેને કારણે વધારાના દર્દીઓને અન્યત્ર ખસેડવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ વધવા સાથે ઓક્સિજનની ખપત પણ વધી છે.

ખેડા જિલ્લામાં કોરોનાનો અજગરી ભરડો ભયંકર રીતે કસાતો જાય છે, શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ કોરોના ઝપેટમાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ગરીબ અને મધ્યવર્ગના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. પરંતુ સિવિલ હોસ્પિટલ પણ કોરોના દર્દીથી હાઉસફુલ થઇ ગઇ છે. 80ની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં તમામ બેડ ભરાઇ ગયાં છે. સ્થિતિ એટલી ભયંકર છે કે વધુ એક પણ દર્દી સમાવી શકાય તેમ નથી. આથી, સારવાર માટે આવતા દર્દીઓને હોમ આઈસોલેશન અથવા અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ફક્ત સિવિલ હોસ્પિટલના જ દર્દીઓ દરરોજ સવા બે ટન ઓક્સિજન અને 35 જબ્બો સિલિન્ડર ઓક્સિજન ખપત કરી જાય છે. જેને કારણે હોસ્પિટલના સત્તાવાળાઓને પણ ઓક્સિજનની માત્રા વધારવા સતત દોડધામ કરતા રહેવી પડે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલની સ્થિતિ પણ તેવી જ છે. દર્દીઓની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. તંત્ર જેટલા આંકડા બહાર પાડે છે, તેનાથી પણ વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો