• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Corona Transmission In Kheda District Reduced, Only 62 New Cases Were Reported Today, The Number Of Active Cases Reached 612

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો, આજે નવા માત્ર 62 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 612એ પહોંચી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 40 સેશનમાં યોજાયેલ રસીકરણમાં ચાર હજારથી વધુ લોકોને રસી અપાઈ
  • જિલ્લામાં આજે કુલ 806 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 62 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક નવ હજાર 828એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદમાં 29, ઠાસરામાં 11, કઠલાલમાં 05, વસોમાં 05, મહેમદાવાદમાં 04, કપડવંજમાં 03, મહુધામાં 02, માતરમાં 02 અને ખેડામાં 01 મળી કુલ 62 કેસ એક દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 806 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ એક લાખ 20 હજાર 214 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં એક લાખ નવ હજાર 238 લોકોના નેગેટિવ અને નવ હજાર 828 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 1148 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 40 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં ચાર હજાર 103 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં ચાર લાખ 76 હજાર 427 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 117, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 13, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 87, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 15, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 07, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 22, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 14, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 10, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 04 અને સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી એક દર્દી છે.

જ્યારે સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 07, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 01, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રાંમાં દાખલ દર્દી 01, સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 14, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 16, સી.સી.સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 05, સી.સી.સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 19, સી.સી.સી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 01, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 04, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 13 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 104, હોમ આઇસોલેશન 119 દર્દીઓ મળી કુલ 612 એક્ટીવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...