તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:નડિયાદમાં કોરોના સંક્રમણ ગંભીર જિલ્લામાં 32માંથી 15 કેસ શહેરના

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સારવાર દરમિયાન વધુ પાંચ દર્દીઅોના મૃત્યુ થયા છે

ખેડા જિલ્લામાં શુક્રવારના રોજ સરકારી ચોપડે 32 કોરોના પોઝીટીવ દર્દી નોંધવામાં આવ્યાં છે. જેમાં નડિયાદના જ 15 દર્દીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

નડિયાદના નાનાકુંભનાથ રોડ પર આવેલી પ્રભુલક્ષી સોસાયટીમાં રહેતા 37 વર્ષિય યુવક, પટેલ બેકરી પાસે શ્રીજી કોમ્પ્લેક્સમાં રહેતા 31 વર્ષિય યુવક, પેટલાદ રોડ પર આવેલી અંબિકા સોસાયટીમાં રહેતા 50 વર્ષિય આધેડ, નિલકંઠ મહાદેવ પાસે શિલ્પી કો ઓપરેટિવમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધ, પવનચક્કી રોડ પર નવદીપ નગરમાં રહેતા 35 વર્ષિય યુવક, રબારીવાડમાં રહેતા 28 વર્ષના યુવક, વૈશાલીમાં રોડ પર આવેલા સોનારૂપા કોમ્પ્લેક્સમાં રહેતી 37 વર્ષિય યુવતિ, મંજીપુરા ચોકડી પાસે નારાયણ વિલા સોસાયટી પાસે રહેતા 51 વર્ષના આધેડ, દવે પોળમાં રહેતા 15 વર્ષની કિશોરી, 42 વર્ષની મહિલા, શુભલક્ષી સોસાયટીમાં રહેતા 39 વર્ષની મહિલા અને 77 વર્ષના વૃદ્ધ, શાંતિ ફળીયામાં રહેતા 51 વર્ષના આધેડ અને સાંઇધામ સોસાયટીમાં રહેતા 31 વર્ષના યુવક અને 35 વર્ષિય યુવતી કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે. આ ઉપરાંત તાલુકાના 3, મહેમદાવાદના 5, મહુધા અને ખેડાના 3-3, ઠાસરા, માતર અને કઠલાલમાં એક એક દર્દીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો