તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નડિયાદમાં કોરોનાનો અજગરી ભરડો, આજે કોરોના પોઝિટિવના 32 કેસો સામે આવતા વહીવટી તંત્ર સક્રિય

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી દંડાત્મક કામગીરી શરૂ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો કાળો કહેર છે. તંત્ર પણ લોકોને સમજાવી સમજાવીને થાકી જતાં હવે કડક પગલાં ભરવા મજબૂર થયું છે. પોલીસ અને વહીવટી તંત્ર બન્ને સમગ્ર જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહ્યું છે. નડિયાદમાં આજે કોરોના પોઝિટિવના 32 કેસો સામે આવ્યા છે.

ચૂંટણી બાદ સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાના એકાએક કેસો વધ્યા છે. આ અજગરી ભરડામાં જીલ્લા વાસીઓ સપડાઈ ચૂક્યાં છે. નડિયાદ, માતર, કઠલાલ, કપડવંજ, વસો, ઠાસરા, ગળતેશ્વર, ખેડા વિગેરે વિસ્તારોમાં કોરોનાના વ્યાપક કેસો નોંધાયા છે. ઉપરાંત આ તાલુકાના ગામડાઓમાં પણ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જો આવીને આવી સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં હોસ્પિટલો અને ઈમરજન્સી દવાઓની અછત સર્જાય તેમાં નવાઈ નહીં હોય.

જોકે તેવી પરિસ્થિતિ આવે તે પહેલા જ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર જિલ્લામાં તંત્ર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી દંડાત્મક કામગીરી કરી રહી છે. નડિયાદમાં તો મોડી રાત્રી ચાલુ રહેતા બજારો બંધ કરી દેવાયા છે. અને કેસોને કાબુમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસમાં સૌ કોઈ સામેલ થાવ અને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે.

છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસો તરફ એક નજર

આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ નડિયાદમાં જોવા મળ્યા છે. નડિયાદમાંથી 18 કેસો, મહુધામાંથી 7, માતર 2, મહેમદાવાદ 2, ખેડા 1, વસો 1 અને ઠાસરામાંથી 1 મળી સમગ્ર જિલ્લામાંથી 32 કેસો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો