તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ખેડા જિલ્લામાં કોરોનાનો હાહાકાર 34 પોઝિટિવ કેસ ,5 વ્યક્તિના મોત

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ 11, ઠાસરા 8, કઠલાલ 5, ગળતેશ્વર 4, કપડવંજ 2 કેસ નોંધાયો

ખેડા જિલ્લામાં કોરોના નો કહેર થમવાનું નામ લઇ રહ્યો નથી. છેલ્લા એક સપ્તાહમાં સતત પોઝિટિવ દર્દીઓ ના આંક સાથે મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. આજરોજ જિલ્લામાં વધુ 34 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેના કારણે પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 4080 પર પહોંચી ગયો છે. જ્યારે આજના દિવસે જ ચાર જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના નાખવા માટે અથાગ પ્રયાસો થઇ રહ્યા છે.

પરંતુ કોરોના કાબૂમાં આવી રહ્યો નથી તે બાબત પણ સ્પષ્ટ છે. જિલ્લાના વડા મથક નડિયાદમાં હરરોજ દર્દીઓ બે આંકડામાં નોંધાઈ રહ્યો છે. આજે પણ નડિયાદ તાલુકામાં ૧૧ દર્દીઓ નોંધાયા છે, જ્યારે ઠાસરા, કઠલાલ, ગળતેશ્વર, કપડવંજ જેવા ગ્રામ્ય વિસ્તારો પણ હવે કોરોનાની થી બાકાત રહ્યા નથી. ઠાસરામાં તો આજે 08 પોઝેટીવ કેસ નોંધાયા છે, જ્યારે કઠલાલમાં 05, ગળતેશ્વરમાં 04, કપડવંજમાં 02, જે બાદ મહુધા, મહેમદાવાદ, ખેડા અને વસો આ ચાર તાલુકાઓમાં એક કેસ કેસ પોઝિટિવ નોંધાયા છે.

નડિયાદ શહેરના કોરોના સ્મશાનગૃહમાં આજે ચાર વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ પોઝિટિવ દર્દીઓની સાથે સાથે કોરોના ગ્રસ્ત લોકોના મૃત્યુનો દર પણ વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો