તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે માત્ર આઠ કેસ નોંધાયા, આઠ હજારથી વધુ લોકોને રસી અપાઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કુલ 10 હજાર 362 નોંધાયા જેમાંથી 10 હજાર 216 રિકવર એક્ટિવ કેસોની સંખ્યા 98એ પહોંચી

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 10 હજાર 362 કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 10 હજાર 216 રિકવર થઈ ચૂક્યા છે. આજે વધુ 08 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 98એ પહોંચી છે. આજે નોંધાયેલા 08 કેસોમાં નડિયાદમાંથી 04, કઠલાલ અને ઠાસરામાંથી 02-.2 મળી આવ્યા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 942 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ એક લાખ 39 હજાર 154 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં એક લાખ 27 હજાર 850 લોકોના નેગેટિવ અને 10 હજાર 362 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 942 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં આઠ હજાર 130 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલા રસીકરણમાં ત્રણ હજાર 370 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં છ લાખ 15 હજાર 721 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...