તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નડિયાદ અને આસપાસના ગામોમાં કોરોના ફેલાતા ફફડાટ, જિલ્લામાં આજે 27 કેસો નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • દરરોજના 15થી 25 કેસો ફક્ત નડિયાદમાંથી બહાર આવતાં ટેસ્ટીંગમાં વધારો કરાયો
 • વહિવટી તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લાવવા સતત પ્રયાસ

ખેડા જિલ્લાનું વડુમથક નડિયાદ કોરોનાનું હોટ સ્પોટ બની ચૂક્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને લોકોની પણ લાપરવાહીના કારણે હવે નડિયાદના આસપાસના ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઘરે જ હોમ ક્વોરોનટાઈન થઈ જતાં ચોક્કસ આંકડો બહાર આવી શકતો નથી. બીજી તરફ તંત્રએ હવે ટેસ્ટીંગ પણ વધારી દીધા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લો કોરોનાની લપેટમાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દરરોજના 15થી 25 કેસો ફક્ત નડિયાદના જ હોય છે. જેના કારણે નડિયાદ હોટ સ્પોટ બની ચૂક્યું છે. આ સ્થિતિ હોવા છતાં પણ તંત્રની સાથે સાથે લોકો પણ એટલા જ લાપરવાહ બન્યા છે. નડિયાદમાં દિવસને દિવસે કેસો વધતા ફરી આ આંકડો ચિંતાજનક સપાટીએ પહોંચ્યો છે. જોકે, વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા આ સ્થિતિને કાબુમાં લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નડિયાદ શહેર તો શહેર હવે આજુબાજુના ગામોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા ફફડાટ ફેલાયો છે. નડિયાદ તાલુકાના મંજીપુરા, આખડોલ, નરસંડા, ડભાણ, યોગીનગર વગેરે ગામોમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. જોકે, ગામમાં હોમકોરોન્ટાઈન થઈ જતાં તેનો ચોક્કસ આંકડો સરકારી ચોપડે નોંધાતો નથી. નડિયાદની ખાનગી હોસ્પીટલો અને કોવિડ સેન્ટરો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાયા છે. તો બીજી બાજુ વહિવટી તંત્રએ ટેસ્ટીંગ વધારી સંતોષ માની લીધો છે.

જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા જોઈએ તો આજે સમગ્ર જિલ્લામાં વધુ 27 કેસો નોંધાયા છે. જેમાં નડિયાદ ટાઉનમાં જ 15, નડિયાદ તાલુકામાં 3 મળી કુલ 18 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 3 કેસ મહેમદાવાદમાં, 2 ઠાસરા, 2 વસો, 1 ગળતેશ્વર, 1 મહુધા મળી કુલ 27 કોરોનાના કેસો નોંધાયા છે.

નડિયાદમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો વધતાં સૌ કોઈ ચિંતિત બન્યા છે. ત્યારે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે વહીવટી તંત્ર અને પોલીસ કડકાઈ દાખવી છે. આ વચ્ચે આજે નડિયાદના MLA પંકજ દેસાઈએ વિડિયો જારી કરી નગરજનોને અપીલ કરી છે. જેમાં નગરજનો બહાર જતાં સમયે માસ્ક અવશ્ય પહેરો, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવો અને હાથ વારંવાર સેનેટાઇઝ કરો તેમ વીડિયો મારફતે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો