કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો, એક જ દિવસમાં 84 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 213 પર પહોંચ્યો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ઓમિક્રોનનો એક્ટિવ કેસ, અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી ઓમિક્રોનના 8 કેસો મળી આવ્યા

વિશ્વમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશમાં પણ સ્થિત ઘાતક બની છે. મોટા ભાગના રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ખેડા જિલ્લામાં આજે વધુ 84 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 213 પર પહોંચી ચૂકી છે. જોકે આ વખતે મોટાભાગના દર્દીઓ ઘરેજ સારવાર લઈ રહ્યા છે.

ખેડા જિલ્લામાં દિવસને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાએ ત્રણ ઘણી સ્પીડથી આગળ વધ્યો છે. રોકેટ ગતિએ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. બુધવારે સમગ્ર જિલ્લામાંથી 84 કેસોનો વધારો થયો છે. જેમાં નડિયાદમાંથી 63, માતર પંથકમાંથી 6, ઠાસરા પંથકમાંથી 5, કપડવંજ પંથકમાંથી 3, ખેડા પંથકમાંથી 2, મહુધા પંથકમાંથી 2, વસો પંથકમાંથી 2 અને મહેમદાવાદ પંથકમાંથી 1 કેસ મળી કુલ 84 કેસોનો વધારો થયો છે.

તો અત્યાર સુધી 213 કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા છે. જો ઓમિક્રોન વેરિયન્ટની વાત કરવામાં આવે તો ઓમિક્રોનનો 1 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી ઓમિક્રોનના 8 કેસો મળી આવ્યા છે. તો આજે વધુ 1900 વ્યક્તિઓના સેમ્પલો જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવ્યા છે. રસીકરણની વાત કરવામાં આવે તો 15થી 18 વર્ષનાં કિશોરના રસીકરણ અભિયાનમાં આજે 8599 લોકોને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...