તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ખેડા જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ બાદ કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં નવા 24 કેસ નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવાર બાદ સમગ્ર જિલ્લામાં કેસોમાં ઉછાળો
 • ફરીથી કેસો વધતાં આરોગ્ય ખાતુ સતર્ક
 • તંત્રની લાલ આંખ છતાં પણ લોકો સુધરવા નહી માંગતા

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો વ્યાપક ભરડો છે. તેવામાં તહેવારોની ઉજવણી કરાતા આરોગ્ય જોખમાયું છે. હોળી ધૂળેટીના પર્વ બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. જે સમગ્ર જિલ્લામાં ચિંતાજનક બાબત કહી શકાય છે.

ખેડા જિલ્લામાં કોરોનાના આજે વધુ 24 કેસો સામે આવ્યા છે. હોળી અને ધૂળેટી પર્વ બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવતા જીલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 24 કેસો સમગ્ર જિલ્લામાં કોરોનાના નોંધાયા છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં નોંધાયા છે. નડિયાદમાં 16 કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.

જ્યારે માતરમાં 1, વસોમાં 2, કઠલાલ, મહેમદાવાદ, ઠાસરામાં એક એક કેસો નોંધાયા છે. એમ છેલ્લા 24 કલાકમાં 24 કેસો એટલે કે 1 કલાકે 1 કેસની એવરેજ કહી શકાય. હોળી ધૂળેટીના પર્વની ઉજવણીમાં તંત્રએ લાલ આંખ કરી છતાં લોકોની લાપરવાહીના કારણે આ કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. તહેવારોને લઈ હજુ આ આંકડો વધે તો તેમાં કોઈ શંકા નથી તેવુ જાગૃત લોકો જણાવી રહ્યા છે. આપણે જાગૃતતા કેળવવી પડશે નહી તો પરિસ્થિતિ આનાથી બદતર તથા વાર નહી લાગે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો