તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:નડિયાદમાં યુકેથી આવેલો યુવક કોરોના પોઝિટીવ આવતા દોડધામ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • સપ્તાહ પહેલા આવેલા યુવકનો RTPCR પોઝિટીવ આવ્યો

વિશ્વભરમાં બ્રિટનના નવા કોરોના સ્ટ્રેનને લઇ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ માહોલ વચ્ચે યુકેથી નડિયાદ આવેલા યુવકનો ટેસ્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક વધુ નમૂના લઇ તેને પૂના લેબમાં મોકલી આપતાં જ્યાં નેગેટીવ રિપોર્ટ આવતા સૌએ હાશકારો લીધો હતો.

નડિયાદમાં રહેતો 34 વર્ષિય યુવક હજુ ગયા સપ્તાહે જ યુકેથી આવ્યો હતો. આ યુવકનો નિયમ મુજબ આરટીપીસીઆર લેવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતાં તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં હતાં. દરમિયાનમાં બ્રિટનના નવા કોરોના સ્ટ્રેનના પગલે તંત્રને સુચના મળતાં એલર્ટ કરવામાં આવ્યું હતું અને યુવકના વધુ નમુના લઇ તાત્કાલિક પુના સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરલ લેબ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટ બુધવારના રોજ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો લીધો છે.

વિદેશથી આવતા નાગરિકો પર તંત્રની ખાસ નજર
ખેડા જિલ્લો એનઆરઆઈ હબ છે અને હાલ અનેક પરિવાર વિદેશથી આવી રહ્યાં છે. આ સમયે કોરોના સંક્રમણનો મામલો ગંભીર ન બને તે માટે વિદેશથી આવતા તમામ નાગરિકના અલગથી ટેસ્ટ કરાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો