કોરોના સંક્રમણ:નડિયાદ શહેરમાં 25 વર્ષિય ડેન્ટીસ્ટ કોરોના પોઝિટિવ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઇથી આવેલી મંગેતરના સંપર્કમાં આવ્યાના 4 દિવસ બાદ યુવકને શરદી - ખાંસીના લક્ષણ જણાયા

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. નડીયાદ કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે, ત્યાં આજે શહેરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. નડિયાદના 25 વર્ષિય ડેન્ટીસ્ટ યુવક કોરોના સંક્રમણનો ભોગ બન્યો છે. ડેન્ટીસ્ટના મંગેતર મુંબઈથી આવ્યા હોય, બંનેની મુલાકાત થઈ હતી. તેઓ સંપર્કમાં આવ્યા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી યુવકને શરદી અને ઉધરસના લક્ષણ જણાયા હતા. જેના કારણે કોરોના રીપોર્ટ કરાવતા પોઝિટિવ આ‌વ્યો છે. હાલ યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

છેલ્લા બે દિવસમાં નડિયાદમાં જ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. શનિવારે તાન્ઝાનિયાથી આવેલા પિતા-પુત્ર અને મહિલા બાદ આજે યુવક કોરોના સંક્રમિત થતા અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી છે. જેમાં 2 સિવિલ હોસ્પિટલમાં, 2 ખાનગી હોસ્પિટલ અને 1 હોમ આઈસોલેશનમાં છે. આ સાથે જ ખેડા જિલ્લામાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10,453 થઈ છે.જ્યારે કુલ રજા અપાયેલા દર્દીની સંખ્યા 10,400 પર સ્થિર છે. આજે નવા 182સેમ્પલ લેવાયાછે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. આજે રસીકરણના 28 સેશનમાં 754 લોકોને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...