તપાસ:ઠાસરાની હોસ્પિટલના ઉદઘાટન કાર્ડમાં નડિયાદના તબીબનું નામ લખતાં વિવાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરની સંમતિ વગર જ હોસ્પિટલના મુલાકાતી લીસ્ટમાં નામ લખતાં ફરિયાદ

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના આશીર્વાદ થી બોગસ ડોકટરો દ્વારા મોટી હોસ્પિટલો બાંધી પ્રેક્ટિસ શરૂ કરી લેવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે જિલ્લાના તબીબી ક્ષેત્રમાં ચર્ચાઓ જગાવી છે.

કિરણ સોઢા અને નરેશ ભોજાણી નામના બે વ્યક્તિઓએ ઠાસરા વાડરજ રોડ પર નવા બની રહેલા કોમ્પલેક્ષમાં દિપ હોસ્પિટલ શરૂ કરી છે. જેના ઉદ્ઘાટન સમારંભના આમંત્રણ કાર્ડમાં જુદા જુદા વિઝીટીંગ ફેકલ્ટી પૈકી નડિયાદના પ્રખ્યાત ગાયનેક ડો.ઉજ્જવલ શાહનું નામ લખી કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. કાર્ડમાં નડિયાદના ગાયનેકનું નામ જોઈ સ્થાનિક દર્દીએ ડોક્ટરને ફોન કર્યો હતો, અને તેઓ ક્યારથી દિપ હોસ્પિટલમાં સારવાર માટે આવશે તેમ પુછતા જ ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા.

જેઓએ તપાસ કરતા પોતાને દિપ હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ઓળખાવતા નરેશ અને કિરણ દ્વારા મંજૂરી વગર જ આમંત્રણ કાર્ડમાં નામ છાપી દીધા હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર બાબતે ડો.ઉજ્જવલ શાહે ઠાસરા પોલીસમાં અરજી આવી છે, ઉપરાંત વકીલ મારફતે કહેવાતા મેનેજીંગ ડિરેક્ટરોને નોટિસ પણ મોકલાવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા ભેજાબાજો દ્વારા શરૂ કરાયેલ હોસ્પિટલ પર યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...