તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. - Divya Bhaskar
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
  • નિબંધ સ્પર્ધા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે

દર વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

વિજેતાઓને પ્રથમ ઇનામ રૂ.4000 આપવામાં આવશે
પ્લાસ્ટીક વેસ્ટની જૈવ વિવિધતા પર અસરો, જીવ સુષ્ટ્રીનું પુન સ્થાપન-જળ-જમીન, પર્યાવરણ સંરક્ષણ માટે મારો ફાળો, મ્યુનિસિપલ ઘન કચરો-પડકારો અને નિરાકરણ વિષય પર વિદ્યાર્થીઓને નિબંધ લખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ પસંદગી સમિતી દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને પ્રથમ ઇનામ રૂ.2000, બીજુ ઇનામ રૂ.1000 અને ત્રીજુ ઇનામ રૂ.500 મળશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતી સમક્ષ રજુ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ પસંદગી સમિતી દ્વારા જાહેર કરવામાં આવેલા વિજેતાઓને પ્રથમ ઇનામ રૂ.4000, બીજુ ઇનામ રૂ.2000, ત્રીજુ ઇનામ રૂ.1000 આપવામાં આવશે.

નિબંધની ઉપર ઇમેલ આઇડીનો ઉલ્લેખ કરેલો હોવો જોઇએ
નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે. એ-4 સાઇઝના પેપર પર સરસ રીતે 12 સાઇઝના શ્રુતી ફોન્ટમાં અને 900 શબ્દો સુધી મર્યાદિત હોવો જોઇએ. નિબંધમાં વિષય પરિચય, સમાધાન, સમસ્યા, અભિગમ ઉપચારો, નિષ્કર્ષ, નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ, નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનુ નામ, સંસ્થાનુ નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર, નિબંધની ઉપર ઇમેલ આઇડીનો ઉલ્લેખ કરેલો હોવો જોઇએ.

સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે

નિબંધના આકારણીમાં વિષય વસ્તુ, મૌલિકતા, સ્પષ્ટતા, માળખુ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવાનો રહેશે. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ પ્રકાશિત થયેલો નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલા નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે. ખેડા જિલ્લાના સ્પર્ધકોએ ro-gpcb-nadi@gujarat.gov.in પર તેઓનો નિબંધ એક જ pdf ફાઇલ તરીકે તા. 05-06-2021થી તા. 10-06-2021ના સમયગાળામાં સબમિટ કરાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...