તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન:ડાકોરમાં કપડવંજ રોડ પર ફ્લાય ઓવરબ્રીજના નિર્માણની કામગીરીને લઈ ડાયવર્ઝન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈકલ્પિક વ્યવસ્થા રૂપે વાહન ચાલકો અન્ય રસ્તાનો ઉપયોગ કરી શકશે

ખેડા જિલ્લાના ડાકોરમાં ફ્લાય ઓવરબ્રીજની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તેથી આ રોડને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્ર એ તેની વૈકલ્પિક વ્યવસ્થા અનુરૂપ અન્ય રસ્તાઓનો વાહન ચાલકો ઉપયોગ કરી શકે છે તેમ જણાવ્યું છે.

ડાકોર ગામના જંક્શન ઉપર ફ્લાય ઓવર બ્રીજની કામગીરી કરવાની છે. જેમા હાલ ડાકોર-કપડવંજ રસ્તા ઉપર ફ્લાય ઓવર બ્રીજની કામગીરી ચાલુ કરવાની હોય, રસ્તા પર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ પર બન્ને તરફ વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાની અને ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા રહેલી છે. જેથી વાહન વ્યવહારનું ટ્રાફિક નિયમન જળવાઇ રહે તેમજ જાનહાનીના બનાવો બને નહી તે માટે ફ્લાય ઓવર બ્રીજનું બાંધકામ પુર્ણ થાય ત્યાં સુધી રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે. તેમજ પુલનું કાર્ય હાલમાં પણ ચાલું જ હોઇ, કાર્યપાલક ઇજનેર, ખેડા માર્ગ અને મકાન વિભાગ, નડિયાદે 7 ઓગસ્ટથી જાહેરનામાની અવધી લંબાવવા ઉચિત અને આવશ્યક જણાય છે.

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા- નડિયાદે ગુજરાત પોલીસ અધિનિયમ - 1951ની કલમ-33(1)(ખ) થી મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, વાહન વ્યવહાર બંધ કરવાના રૂટ ડાકોર-કપડવંજ રોડ કી.મીની 0 થી 3નો રસ્તો, તેમજ આ વાહન વ્યવહારનો રૂટ બંધ થતા નવા વૈકલ્પીક રૂટ (1)મોડાસા - કપડવંજ થી ઉમરેઠ-નડિયાદ- આણંદ- વડોદરા તરફ (મોટા તથા નાના વાહનો માટે) આવવા તથા જવા માટે (અ) કપડવંજ- લાડવેલ- મહુધા ટી પોઇન્ટ-અલીણા-પણસોરા થઇ ઉમરેઠ-નડિયાદ -આણંદ વડોદરા તરફ આવન-જાવન કરી શકાશે.

(બ) કપડવંજ-લાડવેલ-સીતાપુર ચોકડી-અલીણા-પણપોરા થઇ ઉમરેઠ-નડિયાદ -આણંદ- વડોદરા તરફ આવન-જાવન કરી શકાશે. (2) મોડાસા-કપડવંજથી સેવાલીયા-ગોધરા તરફ ( મોટા તથા નાના વાહનો માટે) આવવા તથા જવા માટે (અ) કપડવંજ-લાડવેલ-બાલાસિનોર (અમદાવાદ ઇન્દોર હાઇવે) સેવાલીયા-ગોધરા તરફ આવન-જાવન કરી શકાશે. (3) કપડવંજ-લાડવેલ-ચંદાસર-ઠાસરા-સેવાલીયા- ગોધરા તરફ ( ફક્ત નાના વાહનો માટે) આવન-જાવન કરી શકાશે. આ હુકમની અમલવારી 23 ઓગસ્ટથી 21 ઓક્ટોબર સુધી કરવાની રહેશે. સરકારી વાહનો, ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને આ લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 અને ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર બનશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...